ગેજેટ ડેસ્કઃ ઓનર કંપનીના ‘X' સિરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓનર 9X’ને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. હોનર ઇન્ડિયાના ટ્વિટર પર ફોનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ‘X’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓનર ઇન્ડિયાના પ્રેસિડન્ટ ચાર્લ્સ પેંગે એક ઇન્ટરવ્યૂમાં પણ માહિતી આપી હતી કે ‘ઓનર 9X’ને જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે.
કંપનીના ટ્વિટર અકાઉન્ટ પર ‘X’ સિરીઝના અપકમિંગ ફોનનાં અનેક ટીઝર લોન્ચ કરવામાં આવ્યા છે. ટીઝરમાં ‘ઓનર 4X’ અને ‘ઓનર 8X’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને અંતે ‘ધેર ઇઝ સમથિંગ મોર કમિંગ’ લખવામાં આવ્યું છે. તેને જોઈને ‘ઓનર 9X’ને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.
‘ઓનર 9X’ ફોનને ગત મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીનમાં લોન્ચ કરવામાં આવેલાં વેરિઅન્ટમાં નૉચ લેસ ડિસ્પ્લે, હાઇસિલિકોન કિરીન 810 પ્રોસેસર, GPU ટર્બો 3.0, અને 4,000mAhની બેટરી આપવામાં આવી છે.
ચીનમાં આ ફોનની કિંમત પ્રારંભિક કિંમત 1,399 ચીની યુઆન (આશરે 14,000 રૂપિયા) છે. ચીનમાં ફોનનાં 4GB+64GB, 6GB+64GB અને 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં મિડનાઇટ બ્લેક, મિડનાઇટ બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
આ ફોનમાં EMUI આધારિત 9.1.1 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં 48MP + 2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જોકે ભારતમાં ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2FgqWGZ
No comments:
Post a Comment