Saturday, 4 January 2020

શાઓમી અને હુવાવે કંપની તેમના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં સેમસંગની પેનલનો ઉપયોગ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી અને હુવાવે આ વર્ષે લોન્ચ થનારા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં સેમસંગ કંપનીની પેનલનો ઉપયોગ કરશે. ટેક ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઈનાના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. હુવાવે કંપનીએ અગાઉ ‘હુવાવે મેટ X’ ફોનમાં ચાઈનીઝ ટેક કંપની BOE અને શાઓમીએ ‘MI મિક્સ આલ્ફા’ ફોનમાં ચાઈનીઝ કંપની Visionoxની પેનલનો ઉપયોગ કર્યો હતો.

શાઓમી કંપનીને 6 ડિસેમ્બર 2019ના રોજ તેના રોટેટ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ફોનની પેટન્ટ માટે મંજૂરી મળી છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં કંપની સેમસંગની પેનલનો ઉપયોગ કરી શકે છે. આ ફોનમાં ‘MI મિક્સ આલ્ફા’ની જેમ કેમેરાને સાઈડ બારમાં ગોઠવવામાં આવ્યા છે. શાઓમી તેનો ફોલ્ડેબલ ફોન આ વર્ષનાં અંત સુધીમાં લોન્ચ કરી શકે છે.

હુવાવે કંપની તેનો બીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘મેટ X2’ ત્રીજા ત્રિમાસિકગાળામાં લોન્ચ કરી શકે છે. આ ફોનમાં કિરિન 1000 પ્રોસેસર આપવામાં આવી શકે છે અને તેને IFA 2020માં લોન્ચ કરવામાં આવી શકે છે.
આ ફોનમાં સેમસંગ ગેલેક્સી ફોલ્ડની પેનલનો ઉપયોગ કરવામાં આવશે. આ ફોનની ડિસ્પ્લે અંદરની તરફ ફોલ્ડ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/39CZMrv

No comments:

Post a Comment