ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેની ફાઇનાન્શિયલ સર્વિસ ‘ઓપો કેશ’ ભારતમાં લોન્ચ કરી છે. તાજેતરમાં આ સર્વિસ એન્ડ્રોઇડ યુઝર માટે લોન્ચ કરવામાં આવી છે. એપની મદદથી યુઝર્સ મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ રિપોર્ટ, પર્સનલ લોન અને બિઝનેસ લોનની સુવિધા મેળવી શકશે. આ એપની મદદથી 18 વર્ષથી વધુ વયના યુઝર 8 હજારથી લઈને 10 લાખ રૂપિયાની પર્સનલ લોન અને 50 હજારથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની બિઝનેસ લોન લઇ શકશે. હાલ ભરતમાં ‘Mi ક્રેડિટ’ અને ‘રિઅલમી પૈસા’ ફાઇનાન્શિયલ સર્વિસ એપ કાર્યરત છે.
ઓપો સ્માર્ટફોન યુઝરને ઈન બિલ્ટ આ એપની સુવિધા મળશે.અન્ય યુઝર પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકશે. શરૂઆતના તબક્કે એપમાં મ્યુચ્યુઅલ ફંડ, ફ્રીડમ SIP, પર્સનલ લોન, બિઝનેસ લોન અને મોબાઈલ સ્ક્રીન ઇંશ્યોરન્સની સુવિધા મળશે. આ એપની મદદથી યુઝર 100 રૂપિયાની મિનિમમ અમાઉન્ટથી મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરી શકે છે.તેના માટે કંપનીએ 20 કંપની સાથે ભાગેદારી કરી છે.
લોન અપ્લાયના 7 સ્ટેપ્સ
- સૌ પ્રથમ ઓપો કેશ એપ ઇન્સ્ટોલ કરો.
- ત્યારબાદ મોબાઈલ નંબર, ઈ-મેઈલ સહિતની માહિતી સબમિટ કરી લોગ-ઈનનાં માધ્યમથી રજિસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોન સેક્શન પર ક્લિક કરી પર્સનલ લોન માટે સેલરી અને બિઝનેસ લોન માટે સેલ્ફ એમ્લોય પર ક્લિક કરો.
- બેઝિક માહિતી સબમિટ કરી મંથલી ઇન્કમ અથવા રેવેન્યુની એલિજિબિલિટી ચેક કરી લોન અમાઉન્ટ અને લોનની સમય મર્યાદા સબમિટ કરો.
- સેલ્ફી, ID, એડ્રેસ પ્રૂફ, PAN સહિતના KYC ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ પ્રોડક્ટ સિલેક્ટ અને મેક્સિમમ લોન ઇનપુટ કરો
- થોડા સમય બાદ લોન અમાઉન્ટ યુઝરનાં બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vqigMY
No comments:
Post a Comment