ગેજેટ ડેસ્કઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં ગ્લોબલી ડાર્ક મોડ ફીચર લોન્ચ થયુ. અગાઉ એન્ડ્રોઇડ યુઝર્સ બાદ હવે iOS યુઝર્સ માટે ગ્લોબલી ડાર્ક મોડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ડાર્ક મોડ ફીચર સાથે નવી અપડેટ એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ છે.
કલર ઓપ્શન
ડાર્ક મોડમાં ડાર્ક ગ્રે બેક ગ્રાઉન્ડ અને ઓફ વ્હાઇટ કલર ટેકસ્ટ સામેલ છે.
લોગો ચેન્જ
અગાઉ iOSના બીટા યુઝર્સ માટે ડાર્ક મોડ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ગ્લોબલી લોન્ચ કરાતા કંપનીએ તમામ સોશિયલ સાઇટ્સ પર તેનો લોગો પણ ચેન્જ કર્યો છે. ફેસબુક, ઇન્ટ્રાગ્રામ અને ટ્વિટર પર કંપનીના ઓફિશિયલ અકાઉન્ટ્સ પર ગ્રીન કલરને બદલે બ્લેક કલર કરવામાં આવ્યો છે.
ડાર્ક મોડ
ડાર્ક મોડનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સે એપ અપડેટ કરવાની રહેશે. ત્યારબાદ WhatsApp Settings > Chats > Theme > Dark સ્ટેપ્સ ફોલો કરી ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38pHb0d
No comments:
Post a Comment