Thursday, 19 March 2020

108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા ‘Mi 10’ સિરીઝનાં સ્માર્ટફોન ભારતમાં 31 માર્ચે લોન્ચ થશે

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેની ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘Mi 10’ ભારતમાં 31 માર્ચે લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને આ વાત કન્ફર્મ કરી છે. ‘Mi 10’ અને ‘Mi 10 પ્રો’ ફોનમાં 108MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. બંને ફોન 5G અને 8K વીડિયો સપોર્ટ કરે છે. આ સિરીઝનું ગ્લોબલ લોન્ચિંગ 27 માર્ચે થશે. ભારતમાં 31 માર્ચથી જ તેનું પ્રિ-બુકિંગ શરૂ થશે.

બંને ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનમાં વાઈફાઈ 6 અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

‘Mi 10’ સ્માર્ટફોનનાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં જ્યારે ‘Mi 10 પ્રો’નાં પર્લ વ્હાઇટ અને સ્ટેરી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

ફોનનું લોન્ચિંગ લાઈવ સ્ટ્રિમિંગનાં માધ્યમથી કરવામાં આવશે. કંપનીએ ટીઝર પેજ પણ રિલીઝ કર્યું છે. લોન્ચિંગ ઓફર અંતર્ગત એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી EMIનાં માધ્યમથી ફોનની ખરીદી પર 2500 રૂપિયાનું અને ડેબિટ કાર્ડ પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi 10’નાં વેરિઅન્ટ અને કિંમત
8GB + 128GB: 3,999 ચીની યુઆન (આશરે 40,800 રૂપિયા)
8GB + 256GB: 4,299 ચીની યુઆન (આશરે 43,900 રૂપિયા)
12GB + 256GB: 4,699 ચીની યુઆન (આશરે 48,000 રૂપિયા)

ચીનમાં લોન્ચ થયેલાં‘Mi 10 પ્રો’નાં વેરિઅન્ટ અને કિંમત

8GB +256GB: 4999 ચીની યુઆન (આશરે 51,000 રૂપિયા )
12GB+256GB: 5499 ચીની યુઆન (આશરે 56,000 રૂપિયા)
12GB+512GB: 5999 ચીની યુઆન (આશરે 61,000 રૂપિયા)

જોકે ભારતમાં ફોનને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી. કોરોના વાઇરસને લીધે સ્માર્ટફોન માર્કેટ્સ પર પણ અસર થઈ છે તેથી બની શકે ફોનની કિંમતમાં વધારો થાય.

‘Mi 10’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ: 6.67 ઇંચ

ડિસ્પ્લે ટાઈપ:ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)

OS :એન્ડ્રોઇડ 10

પ્રોસેસર:ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રેમ: 8GB/12GB

સ્ટોરેજ:128GB/256GB

રિઅર કેમેરા:108MP (પ્રાઈમરી કેમેરા) + 13MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ)

ફ્રન્ટ કેમેરા: 20MP

બેટરી:4780mAh વિથ વાયર એન્ડ વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

‘Mi 10 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ:6.67 ઇંચ

ડિસ્પ્લેટાઈપ: ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)

OS: એન્ડ્રોઇડ 10

પ્રોસેસર: ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રેમ: 8GB/12GB

સ્ટોરેજ: 128GB/256GB/512GB

રિઅર કેમેરા: 108MP (પ્રાઈમરી કેમેરા) + 20MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +12MP (પોર્ટ્રેટ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ)

ફ્રન્ટ કેમેરા: 20MP

બેટરી: 4500mAh વિથ વાયર 50 વાયર વૉટ અને વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mi 10 Series smartphone with 108MP primary rear camera to launch in India on March 31
Mi 10 Series smartphone with 108MP primary rear camera to launch in India on March 31


from Divya Bhaskar https://ift.tt/3bbtljV

No comments:

Post a Comment