ગેજેટ ડેસ્કઃ ફેસબુકની માલિકીની સોશિયલ મીડિયા એપ વ્હોટ્સએપે કોરોનવાઈરસને ધ્યાનમાં રાખીને એક પોર્ટલ લોન્ચ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ અને યુનાઇટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંસ્થાને કંપનીએ પાર્ટનર બનાવી છે. આ પોર્ટલ પર કોરોનવાઈરસના ભય વચ્ચે વ્હોટ્સએપનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવી છે.
પોર્ટલ પર એજ્યુકેટર્સ, નોનપ્રોફિટસ અને લોકલ ગવર્નમેન્ટસ, હેલ્થકેર પ્રોફશનલ અને લોકલ બિઝનેસમેન કઈ રીતે વ્હોટ્સએપના વિવિધ ફીચર્સનો ઉપયોગ કરી પોતાની ક્મ્યૂનિટિ સાથે કનેક્ટ રહી શકે છે તેની માહિતી આપવામાં આવી છે.
આ ફીચરમાં બ્રોડકાસ્ટ ગ્રૂપ, સ્ટોરીઝ, ઓડિયો મેસેજ, ગ્રૂપ ચેટ, ગ્રૂપ વીડિયો અને વોઈસ કોલ,વ્હોટ્સએપ વેબ, શોર્ટ લિંક ક્રિએશન સહિતનાં ફીચર સામેલ છે.આ સિવાય આ પોર્ટલ પર કોરોનાવાઇરસથી બચવા ટેક્નોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો અને અફવાહો ન ફેલાવવા માટે પણ અનુરોધ કરાયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/394r4FT
No comments:
Post a Comment