Friday, 20 March 2020

એપલના આઈફોનની ઓનલાઈન ખરીદી પર રોક, એક જ મોડેલના 2થી વધારે આઈફોનની ખરીદી નહીં કરી શકાય

ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસની અસર તમામ સેક્ટર પર થઈ છે. સ્માર્ટફોન માર્કેટ પર પણ તેની અસર થઈ છે. કોરોનાવાઈરસને લઈ ટેક જાયન્ટ એપલે તેના કેટલાક સ્ટોર્સ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ બંધ કર્યા છે. હવે કંપનીએ આઈફોનની ઓનલાઈન ખરીદી પર રોક લગાવી છે. તે અંતર્ગત ગ્રાહક કોઈ એક જ મોડેલનાં 2થી વધારે આઈફોનની ખરીદી નહીં કરી શકે. આ રોક હાલ અમેરિકા, ચીન સહિત અનેક દેશોમાં લાગુ થઈ છે. શુક્રવારથી નવા નિયમનું પાલન શરૂ થયું છે.

વર્ષ 2007માં પ્રથમ વખત ખરીદી પર રોક લાગી હતી

વર્ષ 2007માં આઈફોન બજારમાં રજૂ થયા બાદ એપલ કંપનીએ પ્રથમ વખત ખરીદી પર રોક લગાવી હતી. રિસેલિંગ રોકવા માટે કંપનીએ આ રોક લગાવી હતી.

ઘણા દેશોમાં ડ્રોપડાઉન મેન્યુનાં માધ્યમથી ગ્રાહકો એક જ મોડેલનાં 2થી વધારે આઈફોન ખરીદી શકે છે. ચીન, હોંગકોંગ, તાઈવાન અને સિંગાપુરના ગ્રાહકોને ખરીદી પર લાગેલી રોક વિશે જણાવવામાં આવી રહ્યું છે. કોરોનાવાઈરસને લીધે સેલ્સ, સપ્લાય ચેનમાં અડચણ અને ઓછી માગને જોઈને કંપનીએ આ લિમિટ સેટ કરી છે.

ચીનમાં એપલનાં તમામ સ્ટોર્સ બંધ કર્યા હતા

ચીનથી ઉદભવેલા કોરોનાવાઈરસને લીધે એપલ કંપનીએ ચીનમાં પોતાના તમામ ફિઝિકલ સ્ટોર્સ બંધ કર્યા હતા. 13 માર્ચથી આ સ્ટોર્સ ખૂલવાની શરૂઆત થઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2U7NyS7

No comments:

Post a Comment