ગેજેટ ડેસ્ક: ટેક જાયન્ટ ગૂગલે તેની ઈવેન્ટ ‘I/O ડેવલપર કોન્ફરન્સְֹֹ’ 2020 કેન્સલ કરી હોવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે. કંપનીએ અગાઉ આ ઈવેન્ટ માત્ર ઓનલાઈન જ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ હવે આ ઈવેન્ટ ઓનલાઈન પણ નહીં યોજાય.
અગાઉ આ ઈવેન્ટ મે મહિનામાં કેલિફોર્નિયામાં ઓનલાઈન યોજાવાની હતી પરંતુ હવે ઈવેન્ટને સંપૂર્ણપણે રદ્દ થઈ છે. કેલિફોર્નિયામાં પણ વાઈરસની સક્રિયતાને જોતા કંપનીએ ઓનલાઈન ઈવેન્ટની જાહેરાત કરી હતી. ગૂગલે ટ્વીટ કરીને ડેવલપર, એમ્પ્લોઈ અને લોકલ કમ્યૂનિટિનાં સ્વાસ્થ્ય અને સાવચેતીના ભાગ રૂપે ઈવેન્ટ કેન્સલ કરી હોવાની જાહેરાત કરી છે.
કોરોના વાઈરસને લીધે અનેક ટેક કંપનીએ પોતાની ઈવેન્ટ્સ ઓનલાઈન યોજવાની જાહેરાત કરી છે. એપલની WWDC, માઈક્રોસોફ્ટ બિલ્ડ અને ફેસબુકની F8 કોન્ફરન્સ ઈવેન્ટ ઓનલાઈન યોજાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39aikxS
No comments:
Post a Comment