ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગ તેના અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી M21’ 16 માર્ચે લોન્ચ થઈ શકે છે. IANS મીડિયાના એક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 48MP પ્રાઈમરી કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. આ ફોનમાં 20MPનો સેલ્ફી કેમેરા પણ આપવામાં આવી શકે છે.
રિપોર્ટ પ્રમાણે ફોનમાં 6.4 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર Exynos 9611 પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં 6,000mAh બેટરી મળશે. ફોનનાં 4GB+65GB અને 6GB+ 128GB વેરિઅન્ટ લોન્ચ થઇ શકે છે.
સેમસંગેતાજેતરમાં જ M સિરીઝનો ‘ગેલેક્સી M21’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની શરૂઆતની કિંમત 14,999 રૂપિયા છે. અપકમિંગ સ્માર્ટફોનની કિંમત 13,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TwXi83
No comments:
Post a Comment