ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ એપલ વર્ષ 2020ના અંત સુધીમાં મિનિ LED ડિસ્પ્લે ધરાવતાં ‘આઇપેડ પ્રો’ અને મેકબુક ડિવાઇસ લોન્ચ કરશે. એપલ એનાલિસ્ટ મીંગ શી કુઓના આ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
આ રિપોર્ટ અનુસાર કંપની 6 પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ તમામ પ્રોડક્ટ્સ મિનિ LED ડિસ્પ્લે ધરાવશે. આ પ્રોડક્ટ્સમાં 12.9 ઈંચનું આઇપેડ, 7.9 ઈંચનું આઇપેડ મિનિ, 27 ઇંચનું આઈમેક પ્રો, 14 ઈંચનું મેકબઈક પ્રો અને 16 ઈંચનું મેકબુક પ્રો સામેલ છે.
નવાં આઇપેડ પ્રો મોડલ્સમાં રિઅર 3D સેન્સિંગ ટેક્નોલોજી મળશે. મેકબુક મોડેલ્સમાં 5G સપોર્ટ મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 5G એન્ટિનામાં સિરામિક મટિરિયલનો ઉપયોગ થવાથી તેની કિંમત 6 ગણી વધારે થઇ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cEtoGz
No comments:
Post a Comment