ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપો તેની પ્રથમ સ્માર્ટવોચ 6 માર્ચે ગ્લોબલી લોન્ચ કરશે. કંપનીના ટ્વિટર અકાઉન્ટ પર વોચની તસવીર શેર કરવામાં આવી છે. વોચનાં બ્લેક અને ક્રીમ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.આ સ્માર્ટવોચનું લોન્ચિંગ ભારતમાં 6 માર્ચે બપોરે 2:30 વાગ્યે ‘ઓપો ફાઈન્ડ X2’ સ્માર્ટફોન સાથે કરવામાં આવશે.
It's time to say hello to #OPPOWatch. 👀
— OPPO (@oppo) March 2, 2020
Unveiled at the #OPPOFindX2 Launch Event March 6, 10.30am CET. ⏰ pic.twitter.com/IwbOJnHoyg
ફીચર
લોન્ચિંગ પહેલાં સોશિયલ મીડિયા પર વોચની તસવીર પણ લીક થઇ છે. તેમાં વોચનું સેટિંગ પેજ જોવા મળી રહ્યું છે. વોચમાં મલ્ટિ ફંક્શન બટન આપવામાં આવશે. સિક્યોરિટી માટે વોચમાં પાસવર્ડ પ્રોટેક્શન પણ આપવામાં આવી શકે છે. વોચ સાથે સિલિકોનની સ્ટ્રિપ્સ આપવામાં આવશે.
સ્પેસિફિકેશન
કંપનીના વાઇસ પ્રેસિડન્ટ બ્રાઇન શેનના ટ્વીટ્સ મુજબ, સ્માર્ટવોચમાં કર્વ્ડ ગ્લાસ અને 3D ગ્લાસ આપવામાં આવશે. કંપનીના ટીઝર પેજ મુજબ વોચમાં કોલ રિજેક્શન અને SMS સેન્ડિંગ ફીચર મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IeusmD
No comments:
Post a Comment