Monday, 2 March 2020

શાઓમી કંપની ‘રેડમી 9’ સિરીઝના સ્માર્ટફોન્સ 12 માર્ચે લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ તેના અપકમિંગ સમાર્ટફોન સિરીઝ ‘રેડમી 9’ના લોન્ચિંગની જાહેરાત કરી છે.12 માર્ચે લોન્ચ થનારા ‘રેડમી 9’ સિરીઝના સ્માર્ટફોન્સની માહિતી કંપનીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. આ સિવાય કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેનું ટીઝર પેજ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પેજ મુજબ ફોનમાં 4 રિઅર કેમરા સેટઅપ મળશે અને ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈને અપકમિંગ પ્રોડક્ટ્સ સાથે ફોટો શેર કર્યો છે. તે મુજબ ફોનમાં USB ટાઈપ -સી ચાર્જિંગ પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવશે. રેડમી 8 સિરીઝની જેમ રેડમી 9 સિરીઝમાં પણ ફોનની જમણી બાજુએ વોલ્યુમ અને પાવર બટન આપવામાં આવશે. ફોનનાં બોટમમાં સ્પીકર ગ્રીલ મળશે.

મનુ કુમારે તેમના ટ્વીટમાં એક્ટર રણવીર સિંહેને પણ ટેગ કર્યો છે. તેથી આ સ્માર્ટફોન સિરીઝ રણવીર લોન્ચ કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે. જોકે કંપનીએ ફોનની કિંમત અને અન્ય સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi will launch 'Redmi 9' smartphones on March 12


from Divya Bhaskar https://ift.tt/32HJBq0

No comments:

Post a Comment