Thursday, 5 March 2020

‘રેડમી 9 પ્રો’ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શોઓમી ‘રેડમી નોટ 9’ સિરીઝના સ્માર્ટફોન 12 માર્ચે લોન્ચ કરશે. ચાઈનીઝ બેન્ચમાર્કસાઈટ ગીકબેન્ચ પર ‘રેડમી નોટ 9 પ્રો’ લિસ્ટ થયો છે. આ લિસ્ટિંગ અનુસાર ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર વિથ 1.8 GHz ક્લોક સ્પીડ અને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 10 મળશે.

આ લિસ્ટિંગમાં ફોનનાં 6GB વેરિઅન્ટને દર્શાવવામાં આવ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની ‘નોટ 9’, ‘નોટ 9 પ્રો’ અને ‘નોટ 9 પ્રો 5G’ સ્માર્ટફોન લોન્ચ કરશે. 9 સિરીઝનાં 5G સ્માર્ટફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવી શકે છે. ‘નોટ 9’નાં 4GB/6GB/8GB વેરિઅન્ટ અને ‘નોટ 9 પ્રો’નાં 6GB/8GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

રેડમી નોટ 9 સિરીઝ
કંપનીના ટીઝર પેજ મુજબ આ સિરીઝના સ્માર્ટફોન્સમાં સ્કેવર 4 રિઅર કેમેરા સેટઅપ અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. ‘રેડમી નોટ 8’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા છે તેથી ‘નોટ 9’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 13,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Redmi 9 Pro' smartphone to get Qualcomm Snapdragon processor and Android 10 operating system
'Redmi 9 Pro' smartphone to get Qualcomm Snapdragon processor and Android 10 operating system


from Divya Bhaskar https://ift.tt/2IoZJU8

No comments:

Post a Comment