ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ‘રિઅલમી 6’ સિરીઝના સ્માર્ટફોન્સ ‘રિઅલમી 6’ અને ‘રિઅલમી 6 પ્રો’ ભારતમાં લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે. બંને ફોનમાં રિઅલમી UI ઓપરેટિંગ સિસ્ટમ અને 64MP પ્રાઈમરી કેમેરા ધરાવતું 4 રિઅર સેટઅપ આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે બંને ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ ફીચર મળશે. ‘રિઅલમી 6 પ્રો’માં ભારતની નેવિગેશન સિસ્ટમ Navic ઇનબિલ્ટ મળશે.
‘રિઅલમી 6’નું વેચાણ 11 માર્ચે અને ‘રિઅલમી 6 પ્રો’નું વેચાણ 13 માર્ચે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. ‘રિઅલમી 6’ કોમેટ બ્લૂ અને કોમેટ વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે જ્યારે ‘રિઅલમી 6 પ્રો’નાં લાઈટનિંગ બ્લૂ અને લાઈટનિંગ ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ કર્યા છે.
રિઅલમી 6 સિરીઝનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
બંને ફોનમાં 2 સિમ કાર્ડ સ્લોટ અને 1 મેમરી કાર્ડ સ્લોટ મળશે.
બંને સ્માર્ટફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે.
સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ ફીચર મળશે.
કનેક્ટિવિટી માટે ફોનમાં LTE, GPS, બ્લુટૂથ, વાઇફાઇ 802.11 a/b/g/n/ac, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.
‘રિઅલમી 6’
વેરિઅન્ટ અને કિંમત
4GB +64GB: 12,999 રૂપિયા
6GB +128GB: 14,999 રૂપિયા
8GB +128GB: 15,999 રૂપિયા
‘રિઅલમી 6’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.5 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | FHD+ 2400x1080 |
| OS | રિઅલમી UI વિથ એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | Helio G90T |
| રિઅર કેમેરા | 64MP (પ્રાઈમરી કેમેરા) + 8MP (119ડિગ્રી અલ્ટ્રા )+ 2MP (મેક્રો લેન્સ) + બોકેહ લેન્સ |
| ફ્રન્ટ કેમેરા | 16MP |
| રેમ | 4GB/6GB/8GB |
| સ્ટોરેજ | 64GB/128GB |
| બેટરી | 4300mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 191 ગ્રામ |
‘રિઅલમી 6 પ્રો’
વેરિઅન્ટ અને કિંમત
6GB +64GB: 16,999 રૂપિયા
6GB +128GB: 17,999 રૂપિયા
8GB +128GB: 18,999 રૂપિયા
‘રિઅલમી 6 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.6 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | FHD+ 2400x1080 |
| OS | રિઅલમી UI |
| પ્રોસેસર | ઓક્ટાકોર સ્નેપડ્રેગન 720G |
| રિઅર કેમેરા | 64MP (કેમેરા) + 12MP (ટેલિફોટો લેન્સ)+ 8MP (119° અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) + 2MP (મેક્રો લેન્સ) |
| રેમ | 6GB/8GB |
| સ્ટોરેજ | 64GB/128GB |
| બેટરી | 4300mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 202 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IrJtRX
No comments:
Post a Comment