Friday, 20 March 2020

‘રેડમી નોટ 9 પ્રો’નું વેચાણ શરુ થયું, ફોનની પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીના ‘નોટ 9’ સિરીઝના સ્માર્ટફોન ‘રેડમી નોટ 9 પ્રો’નું વેચાણ મંગળવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થયું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, એમેઝોન, Mi હોમ અને Mi સ્ટુડિયો પરથી ફોની ખરીદી કરી શકાશે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. ફોનની ખાસ વાત એ છે કે ફોનમાં ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ NavIC આપવામાં આવી છે. ફોનમાં MIUI 11 વિથ એન્ડ્રોઈડ10 ઓપરેટિંગ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનના ગ્લેશિયર વ્હાઇટ, ઇન્ટરસ્ટેલર બ્લેક અને અરોરા બ્લૂ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે.

રેડમી નોટ 9 પ્રોનાં વેરિઅન્ટ અને કિંમત
4 GB + 64 GB: 12,999 રૂપિયા
6 GB + 128 GB: 15,999 રૂપિયા

ઓફર
એમેઝોન પરથી ફોનની ખરીદી HDFC બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. HSBC બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

ફોનનાં બેઝિક ફીચર્સ

  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • ફોનમાં ટ્રિપલ કોર્નિંગ ગોરીલા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
  • આ ફોન સ્પ્લેશ પ્રૂફ છે.
  • ફોનનો રિઅર કેમેરા 30fps 4K રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G+/4G/3G/2G, 2.4G વાઇફાઇ/ 5G વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

‘રેડમી નોટ 9 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.67-ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (2400 x 1080 પિક્સલ)
OS MIUI 11 વિથ એન્ડ્રોઈડ10
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 720G
રિઅર કેમેરા 48 MP+ 8 MP + 5 MP+ 2 MP
ફ્રન્ટ કેમેરા 16 MP
રેમ 4 GB/6 GB
સ્ટોરેજ 64GB/128 GB એક્સપાન્ડેબલ 512 GB
બેટરી 5020mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 209 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Redmi Note 9 Pro starts selling, starting at Rs 12,999


from Divya Bhaskar https://ift.tt/393eSVL

No comments:

Post a Comment