ગેજેટ ડેસ્કઃ COVID 19 અર્થાત કોરોના વાઇરસે ચીન, ઇટાલી, ભારત સહિત અનેક દેશમાં પોતાનો પગ પસારો કર્યો છે. ઇરસના ભયના માહોલમાં અમેરિકાની મલ્ટિ નેશનલ ટેક્નોલોજી કંપનીએ વાઇરસના ટ્રેકિંગ માટે વેબસાઈટ લોન્ચ કરી છે. bing.com/covid વેબસાઈટ પરથી યુઝર કોરોના વાઇરસથી પ્રભાવિત કેસના આંકડા, ક્યાં દેશમાં કેટલા કેસ છે સહિતની અનેક જાણકારી મેળવી શકે છે.
આ વેબસાઈટ પર દુનિયાભરના એક્ટિવ કેસ, રિકવર કેસ અને ઘાતક કેસની માહિતી મળશે. સાથે જ યુઝર કોઈ એક દેશ પર ક્લિક કરીને તે દેશના એક્ટિવ કેસ, રિકવર કેસ અને ઘાતક કેસની માહિતી મેળવી શકશે. સાથે જ કોરોના વાઈરસ સંબંધિત ન્યૂઝ અને વીડિયો પણ જોઈ શકશે.
આ વેબસાઈટ માટે કંપની WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અને CDC (સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન)ના આંકડાઓનો ઉપયોગ કરી રહી છે. વેબસાઈટ અનુસાર સોમવારે સાંજે 6:30 કલાકે વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 88,744 કેસ છે અને તેમાંથી 77,789 રિકવર કેસ છે. યુઝર વેબસાઈટ પર છેલ્લી અપડેટ ક્યારે કરવામાં આવી તેની માહિતી પણ મેળવી શકશે.
ગૂગલ હજુ કોરોના વાઇરસની વેબસાઈટ બનાવવા પર કામ કરી રહી છે. તેના માટે 1700 એન્જિનિઅર્સની ટીમ કાર્યરત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33yn53n
No comments:
Post a Comment