Saturday, 21 March 2020

માઈક્રોસોફ્ટ બાદ હવે ગૂગલે પણ કોરોનાવાઈરસની એજ્યુકેશલ વેબસાઈટ લોન્ચ કરી

ગેજેટ ડેસ્ક: ટેક જાયન્ટ ગૂગલે કોરોનાવાઈરસની એજ્યુકેશનલ વેબસાઈટ લોન્ચ કરી છે. google.com/covid19 વેબસાઇટ પર સાવચેતી માટેની માહિતી અને ક્યા દેશોમાં કેટલા કેસ છે તેની માહિતી મળશે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેબસાઈટ વિશે એક સપ્તાહ પહેલાં જ માહિતી આપી હતી. વેબસાઈટ પર અમેરિકાના વિવિધ રિઝનલનાં રિસોર્સિસની માહિતી પણ આપવામાં આવી રહી છે.

વેબસાઈટ પર યુઝર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ સંસ્થા દ્વારા રિલીઝ કરાયેલા વીડિયો જોઈ શકશે. કોરોનાવાઈરસનાં લક્ષણો, સાવચેતીના પગલા અને સારવાર વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ સિવાય કોરોનાવાઈરસનાં સર્ચમાં ક્યો દેશ આગળ છે તે પણ જોઈ શકાશે. આ સિવાય યુઝર ડાયટ, યોગા, વર્ક ફ્રોમ ટિપ્સ, કૂકિંગ વગેરેના પણ વીડિયો જોઈ શકશે, વેબસાઈટ પર એજ્યુકેટર્સ, બિઝનેસિસ માટે ટિપ્સ અને ટ્રિક્સ બતાવવામાં આવી છે.

વેબસાઈટ પર કોરોનાવાઈરસનો વર્લ્ડ મેપ પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ક્યા દેશમાં કેટલા પોઝિટિવ કેસ, રિકવર કેસ અને મૃત્યુ આંક છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. આ સિવાય આ ડેટા ક્યારે અપડેટ કરવામાં આવ્યો તે પણ જાણી શકાશે. આ સિવાય યુઝર ગ્લોબલ રિલીફ ફંડમાં ડોનેશન પણ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Microsoft, Google Now Launches Coronavirus Educational Website


from Divya Bhaskar https://ift.tt/2xecHBA

No comments:

Post a Comment