ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ ‘ફાઇન્ડ X2’ અને ‘ફાઇન્ડ X2 પ્રો’ સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. બંને ફોનમાં 5G કનેક્ટિવિટી અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે. બંને ફોનનાં સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. બંને ફોનમાં ColorOS 7.1 વિથ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ‘ફાઇન્ડ X2’નાં સિરામિક બ્લેક અને ઓશિયન બ્લૂ તેમજ ‘ફાઇન્ડ X2 પ્રો’નાં સિરામિક બ્લેક અને વેગન લેધર ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. જોકે ભારતમાં આ ફોન્સનું વેચાણ ક્યારે અને કઈ કિંમત સાથે કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઇ, બ્લુટૂથ 5.1 આપવામાં આવ્યુંછે.
વેરિઅન્ટ અને કિંમત
ઓપો ‘ફાઇન્ડ X2’ 12GB + 256GB : 999 યુરો (આશરે 83,000 રૂપિયા)
ઓપો ‘ફાઇન્ડ X2 પ્રો ’ 12GB + 512GB : 1199 યુરો (આશરે 99,000 રૂપિયા)
ઓપો ‘ફાઇન્ડ X2’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.7 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ AMOLED |
| OS | ColorOS 7.1 વિથ એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 865 |
| રિઅર કેમેરા | 48MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ )+ 13MP (ટેલિફોટો લેન્સ) + 12MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 32MP |
| રેમ | 12GB |
| સ્ટોરેજ | 256GB |
| બેટરી | 4200mAh વિથ 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
ઓપો ‘ફાઇન્ડ X2 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.7 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ AMOLED |
| OS | ColorOS 7.1 વિથ એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 865 |
| રિઅર કેમેરા | 48MP (વાઈડ એંગલ લેન્સ)+ 48MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ )+ 13MP (ટેલિફોટો લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 32MP |
| રેમ | 12GB |
| સ્ટોરેજ | 256GB |
| બેટરી | 4200mAh વિથ 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VMpiWZ
No comments:
Post a Comment