ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપો એપલ વોચથી ઇન્સ્પાયર્ડ કંપનીની પ્રથમ સ્માર્ટવોચ ચીનમાં લોન્ચ થઈ છે. ચીનમાં તેનું વેચાણ24 માર્ચે શરૂ થશે.એપલ વોચ જેવો લુક ધરાવતી આ સ્માર્ટવોચમાં કર્વ્ડ 1.91 ઇંચની OLED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 402x473 છે.
આ વોચ 50 મીટરની ઊંડાઈ સુધી વોટર રઝિસ્ટન્ટ છે. તે ફિટનેસ ટ્રેકિંગ, મ્યૂઝિક પ્લેબેક અને હાર્ટ રેટ મોનિટર સપોર્ટ કરે છે. સેલ્યુલર કનેક્ટિવિટી માટે સ્માર્ટવોચમાં eSIM સપોર્ટ મળશે.
ફીચર
- વોચમાં કોલ રિજેક્શન,કોલિંગ અને SMS સેન્ડિંગ ફીચર મળશે.
- સ્માર્ટવોચમાં સ્માર્ટફોનની જેમ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે, જે 15 મિનિટમાં 46% ચાર્જિંગ કરશે.
- વોચમાં મલ્ટિ ફંક્શન બટન આપવામાં આવશે.
- સિક્યોરિટી માટે વોચમાં પાસવર્ડ પ્રોટેક્શન પણ આપવામાં આવી શકે છે.
- સ્માર્ટવોચમાં ECG સપોર્ટ મળશે.
ચીનમાં સ્માર્ટવોચની કિંમત 1,499 yuan (આશરે 16,000 રૂપિયા) છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39wfwwd
No comments:
Post a Comment