લોકડાઉનમાં વીડિયો કોન્ફરન્સિંગની આવશ્યકતાને લીધે લોકપ્રિયતા હાંસલ કરનાર એપ ‘ઝૂમ’ના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 30 કરોડ થઈ છે. અનેક વખત એપની સિક્યોરિટી અને પ્રાઈવસી ઉપર સવાલો ઊભા થયાં હોવાા છતાં એપના યુઝર્સ 30 કરોડ થયાં. નવાઈની વાત તો એ છે કે કંપનીના CEOએ પણ સિક્યોરિટીના સવાલોને સાચા ઠેરવ્યા હતા અને એપમાં સુધારો લાવવાનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા વધી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં એપનાં 20 કરોડ ડેઈલી એક્ટિવ યુઝર્સ હતા, જે 21 એપ્રિલે 30 કરોડ થયાં છે. અર્થાત કંપનીએ ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યામાં 50%નો વધારો હાંસલ કર્યો છે.
એપનાં પેઈડ વર્ઝનમાં 500 યુઝર્સ વીડિયો કોન્ફરન્સ કરી શકે છે
લોકડાઉનને લીધે વીડિયો કોલિંની આવશ્યકતા વધી જવાથી એકાએક એપના યુઝર્સ વધવા લાગ્યા અને એપ લોકપ્રિય બની ગઈ. માર્ચના અંત સુધીમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર સૌથી વધારે ડાઉનલોડ્સ હાંસલ કરનાર એપ્સના લિસ્ટમાં ઝૂમ એપ સામેલ હતી. એપનાં ફ્રી વર્ઝનમાં 100 યુઝર્સ અને પેઈડ વર્ઝનમાં 500 યુઝર્સ વીડિયો કોન્ફરન્સ કરી શકે છે. આ લિમિટને કારણે જ એપનાં યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે.
ટૂંક સમયમાં સિક્યોર્ડ વર્ઝન લોન્ચ થશે
એપ પર યુઝર અન્ય યુઝરનો પર્સનલ ડેટા શેર કરી શકતો હોવાથી અને અનેક પ્રાઈવસીના ઈશ્યુ હોવાથી ઝૂમ એપ લોકપ્રિયતા સાથે વિવાદોનો પણ વિષય બની હતી. ત્યારબાદ કંપનીના CEOએ સિક્યોરિટીમાં ફેરફાર કરવાની વાત કહી હતી. બુધવારે કંપનીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં એપનું સિક્યોર્ડ વર્ઝન લોન્ચ કરવામાં આવશે, જેમાં તમામ સિક્યોરિટી અને પ્રાઈવસી રિલેટેડ ઈશ્યુ સોલ્વ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bz0oPs
No comments:
Post a Comment