ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેની અપકમિંગ ઓપરેટિંગ સિસ્ટમ ‘MIUI 12’ 27 એપ્રિલે લોન્ચ કરશે. ‘Mi 10 Youth’ સ્માર્ટફોનની સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમનું લોન્ચિંગ ચીનમાં કરવામાં આવશે. કંપનીએ ચીનની માઈક્રોબ્લોગિંગ સાઈટ પર પોસ્ટ કરી આ વાત કન્ફર્મ કરી છે. હાલ શાઓમીના સ્માર્ટફોનમાં ‘MIUI 11’ કાર્યરત છે. ઓપરેટિંગ સિસ્ટમમાં નવો ડાર્ક મોડ અને ફોકસ મોડ મળશે.
MIUI 11માં હાલ ડાર્ક મોડ અવેલેબલ છે જ પરંતુ ‘MIUI 12’માં તેનું મોડિફિકેશન કરી તેને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે. ‘MIUI 12’નાં ફીચર્સ લીક પણ થઈ ચૂક્યા છે. ટેક ફર્મ XDA- ડેવલપર્સ દ્વારા તેનાં કેટલાક સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવ્યાં છે.
યુઝર્સ ફોનની ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ બદલી શકશે
XDA- ડેવલપર્સના લીક અનુસાર, નવી ઓપરેટિંગ સિસ્ટમમાં રિફ્રેશ રેટ સેટ કરવાનો ઓપ્શન મળશે. યુઝર ડિસ્પ્લે સેટિંગમાં જઈને 60Hz અથવા 120Hzની પસંદગી કરી શકે છે.
આ સિવાય તેમાં ફોકસ મોડ પણ મળશે. તેની મદદથી યુઝર મોબાઈલ ફોનથી દૂર રહી શકે છે. યુઝર પહેલાં 1 મિનિટનો ટ્રાયલ લઈ શકશે ત્યારબાદ ફોકસ મોડનો ટાઈમ સેટ કરી શકશે.
એપ્સ સ્ક્રીન ટાઈમમાં પણ ફેરફાર જોવા મળશે. નવી ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર ગ્રાફિકલ વીકલી રિપોર્ટ જોઈ શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cUAlmr
No comments:
Post a Comment