ચાઈનીઝ ટેક કંપની રિઅલમી 25મેએ અર્થાત સોમવારે ઓનલાઈન સ્ટ્રિમિંગ દરમિયાન મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરશે. તેમાં રિઅલમીની પ્રથમ સ્માર્ટવોચ ‘રિઅલમી વોચ’ લોન્ચ થશે. આ સ્માર્ટવોચની ખાસ વાત એ છે કે તેમાં બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર ફીચર અને 14 સ્પોર્ટ મોડ મળશે.
‘રિઅલમી વોચ’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
- ‘રિઅલમી વોચ’માં 1.4 ઈંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. આ ડિસ્પ્લેમાં યુઝરને બાય ડિફોલ્ટ ટાઈમ/ડેટ, કેલરી બર્ન, હાર્ટ રેટ, વોક સ્ટેપ્સ અને વેધરની માહિતી મળશે.
- આ વોચમાં ફૂટબોલ, વોક, રન, યોગા, ક્રિકેટ સહિનાં કુલ 14 સ્પોર્ટ મોડ મળશે.
- હેલ્થ ફીચર તરીકે તેમાં રિઅલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર મળશે.
- ઓટોમેટિક કનેક્શન માટે તે રિઅલમી લિંક સપોર્ટ કરશે.
- તેમાં અલાર્મ, ઈન્કમિંગ કોલ અને એપ્સ નોટિફિકેશન મળશે. તે યુઝરને જગ્યા પરથી ઊભા થવા માટે અને પાણી પીવા માટે રિમાઈન્ડર આપશે.
- તેમાં અન્ય સ્માર્ટવોચની જેમ મ્યૂઝિક કન્ટ્રોલ મળશે સાથે જ તેમાં કેમેરા કન્ટ્રોલ ફીચર મળશે. યુઝર સ્માર્ટવોચની મદદથી જ કનેક્ટેડ મોબાઈલ ફોનમાંથી ફોટો કેપ્ચર કરી શકશે.
- વોચનું ડિસ્પ્લે બોક્સ બ્લેક કલરનું મળશે, તેની સ્ટ્રિપનાં રેડ, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શન મળશે.
- તેની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TykVwK
No comments:
Post a Comment