કોરિયન ટેક કંપની ઈનફિનિક્સ અન્ય ટેક બ્રાન્ડ્સની જેમ લોકડાઉન પીરિયડમાં ભારતમાં તેની પ્રોડક્ટ લોન્ચ કરશે. કંપની 29મે એ ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા ‘ઈનફિનિક્સ હોટ 9’ સિરીઝ લોન્ચ કરશે. તેમાં ‘ઈનફિનિક્સ હોટ 9’ અને ‘ઈનફિનિક્સ હોટ 9 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થશે. ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ થયું છે.
‘ઈનફિનિક્સ હોટ 9’ સિરીઝનાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિરીઝના ફોનમાં 6.6 ઈંચની IPS (ઈન પ્લાન સ્વિચિંગ) HD+ ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો A25 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
- ફ્લિપકાર્ટ પર રિલીઝ કરાયેલા ટીઝર પેજ મુજબ, આ સિરીઝના સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. જોકે તે પ્રો વેરિઅન્ટમાં મળશે કે બંને વેરિઅન્ટમાં તે સ્પષ્ટ થયું નથી.
- સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળી શકે છે.
- ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZIEI0z
No comments:
Post a Comment