કોરોનાવાઈરસની અસર સ્માર્ટફોન સાથે ટેબ્લેટ માર્કેટ પર પણ થઈ છે. ટેક રિસર્ચ ફર્મ CMRના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે ગત વર્ષ કરતાં ટેબ્લેટનાં શિપમેન્ટમાં 24%નો ઘટાડો નોંધાયો છે. આ આંકડો વર્ષ 2020ના માર્ચ મહિના સુધીનો છે. આ રિપોર્ટ અનુસાર લોકડાઉનની અસરને કારણે બીજા ક્વાટર અર્થાત એપ્રિલથી જૂન મહિનામાં પણ 5થી 10%નો ઘટાડો આવી શકે છે.
47%ના માર્કેટશેર સાથે શિપમેન્ટમાં લેનોવો પ્રથમ નંબરે
આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2020ના માર્ચ મહિના સુધીમાં ટેબ્લેટ શિપમેન્ટમાં 47%ના માર્કેટશેર સાથે લેનોવો પ્રથમ ક્રમાંકે છે. તેની M સિરીઝના ટેબ્લેટને લીધે કંપનીને ફાયદો થયો છે. CMRના નિષ્ણાત મેનકા કુમારીના જણાવ્યા અનુસાર કોરોનાવાઈરસને લીધે ભારતમાં ટેબ્લેટ માર્કેટ પર અસર પડી છે. બજારમાં ખરાબ સ્થિતિ હોવાં છતાં લેનોવો M સિરીઝને લીધે અવ્વલ નંબરે છે.
સેમસંગના માર્કેટ શેરમાં 12%નો ઘટાડો
આ વર્ષે કોરિયન ટેક કંપની સેમસંગે ભારતીય માર્કેટમાં નવાં ટેબ્લેટ લોન્ચ કર્યા નથી. તેથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કંપનીનાં માર્કેટ શેરમાં 12%નો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ટેબ્લેટનાં શિપમેન્ટમાં કુલ 15% માર્કેટ શેર સાથે કંપની બીજા સ્થાને છે.
એપલ અને આઈબોલનો માર્કેટ શેર 11%
ટેક જાયન્ટ એપલનાં ટેબ્લેટનું માર્કેટ શેર 11% છે. સ્વદેશી કંપની આઈબોલ પણ 11% માર્કેટ શેર ધરાવે છે. જોકે તેનાં વેચાણમાં 26%નો ઘટાડો નોંધાયો છે.કુલ ટેબ્લેટનાં શિપમેન્ટમાં 6.7 ઈંચનાં ટેબ્લેટનો શેર 28% અને 10 ઈંચનાં ટેબ્લેટનો શેર 45% છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XiGsum
No comments:
Post a Comment