ચાઈનીઝ ટેક કંપની ઓનરે ગત અઠવાડિયે પોપઅપ સેલ્ફી કેમેરા ધરાવતો સ્માર્ટફોન ‘ઓનર 9X પ્રો’ ભારતમાં લોન્ચ કર્યો હતો. ગ્રાહકો ફ્લિપકાર્ટ પર ગુરુવારથી તેની ખરીદી કરી શકશે. ફ્લિપકાર્ટ પર અર્લી એક્સેસ સેલ ગુરુવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. સેલમાં ગ્રાહકોને 3,000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ફોન 14,999 રૂપિયામાં મળશે.
આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 16MPનો સિંગલ પોપ અપ સેલ્ફી કેમેરા અને એપ ગેલરી ફીચર મળશે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેમાં યુઝર એપ ડાઉનલોડ કર્યા વગર તેનો ટ્રાયલ લઈ શકશે.
કિંમત અને ઓફર
- આ ફોનનાં સિંગલ 6GB + 256GB વેરિઅન્ટની લોન્ચિંગ કિંમત 17,999 રૂપિયા છે, પરંતુ અર્લી એક્સેસ સેલમાં તેની કિંમત 14,999 રૂપિયા છે.
- અર્લી સેલ ઓફર અંતર્ગત 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 2500 રૂપિયાથી શરૂ થતી માસિક ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળશે.
- કંપની એક્સીડેન્ટલ ડેમેજ પર વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ ગેરન્ટી આપી રહી છે, જે 3 મહિના માટે એક્ટિવ રહે છે.
એપ ગેલરી ફીચર
આ ફીચર ફોનમાં પ્લે સ્ટોરનું સ્થાન લેશે. આ ફીચરની મદદથી યુઝર એપને ડાઉનલોડ કર્યા વગર ક્વિક એપની મદદથી તેનો ટ્રાયલ કરી શકશે. એપ ગેલરીમાં હુવાવે બ્રાઉઝર, ક્લાઉડ, વીડિયો, મ્યૂઝિક અને થીમ્સ પણ મળશે. તેમાં યુઝરને સિક્યોરિટી અને પ્રાઈવસી માટે 4 લેયરનું પ્રોટેક્શન મળશે.‘ઓનર 9X પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.59 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ IPS 1080x2340 રિઝોલ્યુશન |
|
OS |
EMUI 9.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ |
|
પ્રોસેસર |
ઓક્ટાકોર કિરિન 810 |
|
રિઅર કેમેરા |
48MP +8MP +2MP |
|
ફ્રન્ટ કેમેરા |
પોપ અપ 16MP |
|
રેમ |
6GB |
|
સ્ટોરેજ |
256GB |
|
બેટરી |
4,000mAh |
| વજન |
202 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zVAeZo
No comments:
Post a Comment