ચાઈનીઝ ટેક કંપની 25મે એ લોન્ચિંગ ઈવેન્ટ કરવાની છે. આ ઓનલાઈન લોન્ચિંગ ઈવેન્ટમાં રિઅલમી ટીવી અને વોચ સાથે કંપની ટ્રુલી વાયરલેસ ‘રિઅલમી બડ્સ એર નિયો’ ઈયરબડ્સ પણ લોન્ચ કરશે. આ વાયરલેસ ઈયરબડ્સની કિંમત 2,999 રૂપિયા હોઈ શકે છે. કંપની લોન્ચિંગના દિવસથી જ તેનું વેચાણ ફ્લિપકાર્ટ પરથી શરૂ કરી શકે છે.
‘રિઅલમી બડ્સ એર નિયો’ઈયરબડ્સનાં બેઝિક ફીચર અને સ્પેસિફેકેશન
- આ ઈયરબડ્સમાં 13mmનાં લાર્જ બાસ બૂસ્ટ ડ્રાઈવર્સ મળશે.
- આ ઈયબડ્સ ચાર્જિંગ કેસ સાથે કુલ 17 કલાકનું પ્લેબેક આપશે. અને કેસ વગર સિંગલ ચાર્જ પર 3 કલાકનું પ્લેબેક આપશે.
- કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ ચેનલ ટ્રાન્સમિશન બ્લુટૂથ 5.0 મળશે.
- તેમાં સુપર લેટન્સી મોડ મળશે, જે ફંક્શનના ડિલે ટાઈમને 50% ઘટાડશે.
- તે મોબાઈલ સાથે ઓટો કનેક્ટ થશે.
- તેનાં વ્હાઈટ, ગ્રીન અન રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
- તેમાં કન્ટ્રોલ માટે ટચ સેન્સિટિવ કન્ટ્રોલ અને વોઈસ અસિસ્ટન્ટ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eeFSVc
No comments:
Post a Comment