દેશમાં ફરી એક વાર ડેટા લીકનો મામલો સામે આવ્યો છે. નોકરીની શોધ કરી રહેલાં 2.91 કરોડ ભારતીય નાગરિકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. સાયબર થ્રેટ્સ પર નજર રાખતી કંપની સાઈબિલે ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.
Hacker Shares Personal Details of 29.1 Million Indian Jobseekers for Free!!https://t.co/7n53xlVOqz#cyber #cybersecurity #databreach pic.twitter.com/tPsoGN4EaJ
— Cyble (@AuCyble) May 22, 2020
ઈમેઈલ, એડ્રેસ અને ફોન નંબર સહિતની માહિતી લીક
સાઈબિલના રિપોર્ટ અનુસાર ડાર્ક વેબ પર આ વખતે મોટી માત્રામાં ડેટા લીક કરવામાં આવ્યા છે. આ તમામ લોકો જોબ સીકર્સ (નોકરીની શોધ કરી રહેલાં) છે. આ ડેટા લીકમાં એજ્યુકેશન, એડ્રેસ, ઈમેઈલ, ફોન, કામ કરવાનો અનુભવ, સેલરી સહિતની પર્સનલ ડિટેઈલ સામેલ છે. સાઈબિલે તેના રિપોર્ટમાં નોકરી શોધવા માટે મદદ કરતી કેટલીક વેબસાઈટનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે આ ડેટા લીક કયા માધ્યમથી કરવામાં આવ્યા કંપની તેનાં પર રિસર્ચ કરી રહી છે.
પર્સનલ ડેટાવનો દુરઉપયોગ થઈ શકે છે
સાઈબિલના જણાવ્યા અનુસાર હેકર્સ લીક થયેલી જાણકારીઓનો ઉપયોગ સ્કેમ માટે કરી શકે છે. એક રિપોર્ટ મુજબ ભારતીય ફર્મ્સે પોતાના વર્ક પ્લેસ પરથી રેન્સમવેર વાઈરસને દૂર કરવા માટે 8 કરોડ રૂપિયાા આપ્યા હતા.
ખંડણી માટે વાઈરસ અટેક
એક રિપોર્ટ અનુસાર ગત 1 વર્ષમાં 82% ભારતીય ફર્મ પર રેન્સવેર વાઈરસનો હુમલો કરવામાં આવ્યો હતો. અને તેને દૂર કરવા માટે હેકર્સે ખંડણીની માગણી કરી હતી.
ડાર્ક વેબ
ડાર્ક વેબ ઈન્ટરનેટનો જ એક ભાગ છે. જોકે તેને સામાન્ય સર્ચ એન્જિનથી શોધી શકાતું નથી. તેના માટે ખાસ ‘ટોર’ બ્રાઉઝરની જરૂર પડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LUJqQB
No comments:
Post a Comment