Thursday, 28 May 2020

29મેથી શરૂ થતાં ‘વન પ્લસ 8 સિરીઝ’ના સેલનો લાભ નહીં મળે, કંપનીએ વેચાણ હાલ પૂરતું મોકુફ રાખ્યું

ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તાજેતરમાં જ તેની 5G ફ્લેગશિપ સિરીઝ ‘વન પ્લસ 8’ લોન્ચ કરી છે. આ સિરીઝના સ્માર્ટફોન્સ ‘વન પ્લસ 8’ અને ‘વન પ્લસ 8 પ્રો’નું વેચાણ 29મેથી શરૂ થવાનું હતું. કંપનીએ હવે આ ઓપન સેલ કેન્સલ કર્યો છે. જોકે સેલની ફરી શરૂઆત ક્યારે થશે તેની કોઈ માહિતી આપી નથી. જોકે ફોનનું પ્રિ બુકિંગ કરનાર ગ્રાહકો ફોનની ખરીદી કરી શકશે.

પ્લાન્ટમાં છેલ્લાં અઠવાડિયેથી પ્રોડક્શન બંધ છે

ગત અઠવાડિયે ગ્રેટર નોઈડાના ઓપોના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કર્મીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેને બંધ કરાયો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્લાન્ટમાં જ વન પ્લસ ફોનનું અસેમ્બિલંગ થાય છે. તેથી પ્રોડક્શન બંધ થતાં કંપનીએ ઓપન સેલ કેન્સલ કર્યો છે.

‘વન પ્લસ 8’ સિરીઝનાં બેઝિક ફીચર્સ

  • આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી ધરાવે છે, જે 3D ઓડિયો અને ઝૂમિંગ ઓડિયો સપોર્ટ કરે છે.

  • ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • સિક્યોરિટી માટે બંને ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.55 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED

OS

OxygenOS વિથ એન્ડ્રોઈડ10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ)

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

6GB/8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,300mAh વિથ વોર્પ ચાર્જ 30T

વજન

180 ગ્રામ

‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ

6.78 ઈંચ

ડિસ્પ્લેટાઈપ

QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ

OS

OxygenOS વિથ એન્ડ્રોઈડ10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,510mAh વિથ વોર્પ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ

વજન

199 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The sale of 'One Plus 8 Series' starting May 29 will not be availed, the company has postponed the sale for the time being.


from Divya Bhaskar https://ift.tt/3c9etmp

No comments:

Post a Comment