ચાઈનીઝ ટેક કંપની શાઓમીની ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટન્ટ સામે આવી છે. ટેક પોર્ટલ લેટ્સ ગો ડિજિટલ દ્વારા તેને લીક કરાઈ છે. આ તસવીરો અનુસાર કંપનીએ ક્લામશેલ ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી છે. આ સ્માર્ટફોનના અનફોલ્ડ પર થવા પર ટોપ પર રહેલા 4 કેમેરાને કોઈ પણ દિશામાં રોટેટ (ફેરવી)ને ફોટો/વીડિયોગ્રાફી કરી શકાશે. શાઓમીના આ સ્માર્ટફોનથી સેમસંગના ગેલેક્સી Z ફ્લિપ અને મોટોરોલા રેઝર ફોલ્ડેબલ સ્માર્ટફોનને ટક્કર મળશે.
શાઓમીનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન આગામી ઓગસ્ટ મહિનામાં લોન્ચ થઈ શકે છે. પેટન્ટ મુજબ, ફોનના ટોપ પર રોટેટિંગ કેમેરા મોડ્યુલ મળશે. તેમાં 4 કેમેરા મળશે. આ મોડ્યુલને કોઈ પણ દિશામાં ફેરવીને ફોટો/વીડિયોગ્રાફી કરી શકાશે. પેટન્ટ મુજબ ફોનમાં અલગથી એક ફ્રન્ટ કમેરા પણ મળશે. અર્થાત શાઓમીની અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં કુલ 5 કેમેરા મળશે.
ફોનની જમણી બાજુએ પાવર અને વોલ્યુમ બટન મળશે. રોટેટિંગ કેમેરા મોડ્યુલને બાદ કરતાં આ ફોન સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ જેવો જ લુક આપશે. શાઓમીએ આ અગાઉ 2-3 ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી છે. જોકે તેનાં લોન્ચિંગ અને સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી મળી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZB5bN9
No comments:
Post a Comment