Monday, 25 May 2020

રિઅલમી કંપનીએ ભારતમાં 999 રૂપિયાની 10,000Ahની ‘Realme પાવરબેન્ક 2’ લોન્ચ કરી

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ સોમવારે ભારતમાં તેની મલ્ટિપલ લોન્ચિંગ ઈવેન્ટમાં ‘ Realme પાવરબેન્ક 2’ લોન્ચ કરી છે. આ પાવરબેન્કમાં ટુ-વે ક્વિક ચાર્જ ટેક્નોલોજીનું ફીચર ગ્રાહકોને મળશે. 999 રૂપિયાની પાવરબેન્કની કેપેસિટી 10,000mAh છે. આ પાવરબેન્કનો ‘હેટ ટુ વેઈટ’સેલ આજથી એટલે કે 25 મેથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરુ થઇ ગયો છે. પાવરબેન્ક કાળા અને પીળા એમ બે રંગમાં ઉપલબ્ધ છે. થોડા સમય બાદ આ પાવરબેન્કનું વેચાણ ઓફલાઈન સ્ટોરમાં પણ શરુ થશે. દેશમાં ઓનલાઇન ડિલિવરી પણ નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જ થશે.

Realmeપાવરબેન્ક 2ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 18Wના ટુ-વે ક્વિક ચાર્જ અને USB ટાઈપ A અને USB ટાઈપ C આઉટપુટ પોર્ટ છે. કંપનીએ લિથિયમ-પોલિમર બેટરી પર દાવો કર્યો છે કે, ઘણી બધી ચાર્જિંગ સાઈકલ પછી પણ તેમાં કેપેસિટીમાં કોઈ ફેરફાર નહિ થાય. આ પાવરબેન્કમાં 13 લેયર સર્કિટ પ્રોટેક્શનના છે આથી ચાર્જિંગ હાઈ સ્પીડમાં થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme 10000mAh Power Bank 2 With 18W Two-Way Quick Charging Launched in India


from Divya Bhaskar https://ift.tt/3el00VJ

No comments:

Post a Comment