Saturday, 2 May 2020

‘એપલ વૉચ 6’માં બ્લડ ઓક્સીજન સેન્સર અને સ્લીપ ટ્રેકિંગ ફીચર મળી શકે છે

અમેરિકન મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની એપલ તેની અપકમિંગ સ્માર્ટવૉચ ‘એપલ વૉચ 6’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં વૉચનાં કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યાં છે. યુટ્યુબ ટેક ટિપ્સ્ટર નિકિઅસ મોલિનાએ ટ્વીટ કરી વૉચનાં કેટલાક સ્પેસિફિકેશન લીક કર્યાં છે. તે મુજબ વૉચમાં પલ્સ ઓક્સીમીટર, સ્લીપ ટ્રેકર સહિતનાં અનેક ફીચર મળશે.

‘એપલ વૉચ 6’નાં ફીચર અને સ્પેસિફિકેશન

  • નિકિઅસે કરેલા ટ્વીટ અનુસાર ‘એપલ વૉચ 6’માં પલ્સ ઓક્સીમીટર સેન્સર મળશે. આ સેન્સર ધબકારાં સાથે લોહીમાં રહેલું ઓક્સીજનનું લેવલ પણ દર્શાવે છે.
  • ‘એપલ વૉચ 6’માં લેટેસ્ટ S6 ચિપસેટ મળશે.
  • તેમાં અન્ય સ્માર્ટવૉચની જેમ સ્લીપ ટ્રેકર પણ મળશે. તેની મદદથી યુઝર ડેઈલી, વીકલી અને મંથલી સ્લીપ ડેટા જાણી શકશે.
  • ‘એપલ વૉચ 6’માં ‘એપલ વૉચ 5’ કરતાં વધારે બેટરી લાઈફ મળશે.
  • તેમાં ખાસ મેન્ટલ હેલ્થ એબનોર્મલિટિસ ડિટેક્શન પણ મળશે, જે સતત યુઝર્સની મેન્ટસ હેલ્થનુ મોનિટર કરશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અપકમિંગ વૉચમાં વાઈફાઈ 6 મળી શકે છે.
  • આ વૉચ વોટર રઝિસ્ટન્ટ હશે. વૉચમાં ઈમર્જન્સીમાં મેડિકલ સ્ટાફને ઓટોમેટિક કોલિંગ કરી શકાશે.
  • વૉચનાં સ્ક્વેર ડિસ્પ્લે મળશે. તેમાં મેટાલિક, પિન્ક, બ્રાઉન અને બ્લૂ કલર સ્ટ્રિપ મળશે.
  • જોકે કંપનીએ‘એપલ વૉચ 6’નાં લોન્ચ અને સ્પેસિફિકેશન વિશે કોઈ જાહેરાત નથી કરી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple Watch 6 features blood oxygen sensor and sleep tracking may launch soon


from Divya Bhaskar https://ift.tt/2VThzWK

No comments:

Post a Comment