Saturday, 2 May 2020

‘આઈફોન 12’ સિરીઝની કિંમત લીક થઈ, બેઝિક વેરિઅન્ટની કિંમત 48,900 રૂપિયા

ટેક જાયન્ટ એપલે વર્ષ 2019માં આઈફોન 11 સિરીઝ લોન્ચ કરી હતી. વર્ષ 2020માં કંપની ‘આઈફોન 12’ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચિંગ પહેલાં ‘આઈફોન 12’ની કિંમત અને કેટલાક સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક એનાલિસ્ટ જોને ટ્વીટ કરી ‘આઈફોન 12’ સિરીઝની કિંમત અને કેટલાક સ્પેસિફિકેશન લીક કર્યા છે. તે મુજબ આઈફોન 12 સિરીઝમાં 4 વેરિઅન્ટ લોન્ચ થશે અને તમામ 5G સપોર્ટ કરશે. બેઝિક વેરિઅન્ટની કિંમત $649 આશરે 48,900 રૂપિયા હોઈ શકે છે.

જોને કરેલાં ટ્વીટ અનુસાર વેરિઅન્ટ અને કિંમત

  • આ વેરિઅન્ટનો મોડેલ નંબર D52G છે. તેમાં 5.4 ઈંચની OLED ડિસ્પ્લે મળશે. આ વેરિઅન્ટમાં 5G સપોર્ટ અને 2 રિઅર કેમેરા મળશે. તેની કિંમત $649 આશરે 48,900 રૂપિયા હોઈ શકે છે.
  • બીજા વેરિઅન્ટનો મોડેલ નંબર D53G છે. તેમાં 6.1 ઈંચની OLED ડિસ્પ્લે મળશે. આ આઈફોનમાં પણ 5G સપોર્ટ મળશે. તેની કિંમત $749 આશરે 56,400 રૂપિયા હોઈ શકે છે. બેઝિક વેરિઅન્ટની જેમ આ વેરિઅન્ટમાં પણ 2 રિઅર કેમેરા મળશે.
  • ત્રીજા વેરિઅન્ટનો મોડેલ નંબર D53P છે. આ આઈફોન 12નાં વેરિઅન્ટમાં 5G સપોર્ટ અને 3 રિઅર કેમેરા મળશે. તેમાં LiDAR સેન્સર અને 6.1 ઈંચની OLED ડિસ્પ્લે મળશે. LiDAR સેન્સરનો ઉપયોગ લેઝર લાઈટથી ડિસ્ટન્સ માપવા માટે થાય છે. આ વેરિઅન્ટની કિંમત $999 આશરે 75,300 રૂપિયા હોઈ શકે છે.
  • ટોપ વેરિઅન્ટનો મોડેલ નંબર D54P છે. તેમાં પણ D53Pની જેમ 5G સપોર્ટ અને 3 રિઅર કેમેરા મળશે. સાથે જ LiDAR સેન્સર અને 6.7 ઈંચની OLED ડિસ્પ્લે મળશે. આ વેરિઅન્ટની કિંમત $1099 આશરે 82,300 રૂપિયા હોઈ શકે છે. જોકે ‘આઈફોન 12’નાં લોન્ચિંગ, કિંમત અને સ્પેસિફિકેશન વિશે કંપની એ કોઈ સ્પષ્ટતા કરી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'IPhone 12' series price leaked, basic variant priced at Rs 48,900


from Divya Bhaskar https://ift.tt/3d1W2Rk

No comments:

Post a Comment