Thursday, 28 May 2020

ટૂંક સમયમાં ભારતમાં રેડમીબુક લેપટોપ લોન્ચ થશે, કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટે ટ્વીટ કરી હિન્ટ આપી

ચાઈનીઝ ટેક કંપની શાઓમી ભારતમાં સ્માર્ટફોન લોન્ચિંગ બાદ હવે લેપટોપ લોન્ચિંગની તૈયારીમાં છે. રેડમીબુક અને Mi બ્રાન્ડેડ લેપટોપ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુકુમાર જૈને હેશટેગ WhatsNextFromMi ટ્વીટ કરી તેની હિન્ટ આપી છે. સાથે જ શાઓમીના વર્ક્સે પણ આ જ હેશટેગ સાથે ટ્વીસ કર્યા છે.

જોકે ટ્વીટમાં કઈ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી થતું પરંતુ Mi ના માર્કેટિંગ હેડ સુમિત સોનલ અને બિઝનેસ લીડ સ્નેહા તેનવાલાએ કરેલાં ટીઝ પરથી કહી શકાય કે આ પ્રોડક્ટ રેડમી અને Miના અપકમિંગ લેપટોપ છે.

ચીનમાં શાઓમીએ Mi બ્રાન્ડ અંતર્ગત કેટલાક લેપટોપ Mi નોટબુક પ્રો 15, Mi નોટબુક એર અને Mi ગેમિંગ લેપટોપ લોન્ચ કર્યાં છે. કંપનીએ ચીનના માર્કેટમાં તાજેતરમાં જ AMD Ryzen 4000 સિરીઝ પાવર્ડ રેડમીબુક 13, રેડમીબુક 14 અને રેડમીબુક 16 મોડેલ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. આ સાથે જ 13.3 ઈંચનું Mi બુક એર લેપટોપ પણ લોન્ચ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Redmibook laptop to be launched in India soon, hints global vice president


from Divya Bhaskar https://ift.tt/2M4P6Yf

No comments:

Post a Comment