ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ અફોર્ડેબલ સ્માર્ટ ટીવી ‘Mi TV E43K’ ચીનમાં લોન્ચ કર્યું છે. તેની ખાસ વાત એ છે કે તે બેઝલલેસ છે અર્થાત સ્ક્રીન અને બોડી વચ્ચે કોઈ જગ્યા નહીં રહે. ટીવીમાં 43 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે. જોકે આ ટીવીમાં બ્લુટૂથ કનેક્ટિવિટી નહીં મળે.
કિંમત
આ ટીવીની કિંમત ચીનમાં CNY 1,099 (આશરે 11,700 રૂપિયા) છે. ટૂંક સમયમાં જ તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે.
‘Mi TV E43K’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ટીવીમાં 43 ઈંચની ફુલ HD+ 1920x1080 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 60Hzનો રિફ્રેશ રેટ અને 178 ડિગ્રી વ્યૂ એંગલ મળશે.
- આ ટીવીમાં ડ્યુઅલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- તેમાં 1GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેમાં કનેક્ટિવિટી માટે વાઈફાઈની સુવિધા મળશે. બ્લુટૂથની ગેરહાજરીમાં તે રિમોટ ઈન્ફ્રારેડથી કનેક્ટ થશે.
- ટીવીમાં 2 HDMI, 2 USB અને એક ઈથરનેટ પોર્ટ પણ મળશે.
- આ ટીવી પેચવોલ ઈન્ટરફેસ પર રન કરે છે. ટીવીમાં કેટલીક પ્રિ ઈનસ્ટોલ્ડ એપ્સ પણ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gfZMBb
No comments:
Post a Comment