રિલાયન્સ જિઓના ઈ-કોમર્સ પોર્ટલ જિઓમાર્ટની વેબસાઈટ https://ift.tt/3cXZDQU લોન્ચ થઇ ગઈ છે. આ વેબસાઈટના લોન્ચિંગને લઇને છેલ્લા ઘણા સમયથી ટેસ્ટિંગ ચાલી રહ્યા હતા. કંપની હાલ વેબસાઈટ પર અવેલેબલ મોટાભાગના સામાનની MRP કિંમત પર 5 ટકાની ઓફર પણ આપી રહી છે.
ખરીદી માટે પિનકોડ જરૂરી
હાલ કંપની પિનકોડની મદદથી ઓર્ડર લઇ રહી છે. તમે જિઓમાર્ટની વેબસાઈટ ઓપન કરશો, તેઓ એક બોક્સ દેખાશે, આ બોક્સમાં તમારે એરિયાનો પિનકોડ એન્ટર કરવાનો રહેશે. જો તમારા એરિયામાં ડિલિવરી થઇ શકે તેમ હોય તો તમને તરત જ જાણ કરી દેવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, તેઓ ખેડૂતો સાથેથી ખરીદી કરીને પ્રોડક્ટની ડિલિવરી કરી રહી છે.
750 રૂપિયાથી વધારે સામાન પર ફ્રી હોમ ડિલિવરી
જિઓમાર્ટ ડોટ કોમની જાણકારી પ્રમાણે, 750 રૂપિયાથી વધારે સામાનની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી થશે. અને આનાથી ઓછી કિંમતના સામાન પર ગ્રાહકે 25 રૂપિયા હોમ ડિલિવરીના ચૂકવવાના રહેશે.
વોટ્સએપથી ઓર્ડર
કંપનીએ ગ્રાહકોની સરળતા માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. આ નંબર પર ગ્રાહક તેમનો ઓર્ડર આપી શકે છે. જો કે, હાલ આ સેવાનો લાભ નવી મુંબઈ, થાણે એન કલ્યાણના અમુક વિસ્તારમાં જ મળી શકશે.
ગ્રાહકો હાલ આ સામાનને ઓર્ડર કરી શકશે
- ફળઅને શાકભાજી
- ડેરી અને બેકરીની ચીજવસ્તુઓ
- સ્નેક્સ એન્ડ બ્રાન્ડેડ ફૂડ પ્રોડક્ટ
- ચા, કોફી અને ફ્રૂટ જ્યુસ
- પર્સનલ કેર પ્રોડક્ટ
- હોમ કેર પ્રોડક્ટ
- બેબી કેર પ્રોડક્ટ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Tz4QXG
No comments:
Post a Comment