Saturday, 2 May 2020

શાઓમીએ બ્રાઉઝરથી થતા ડેટા ચોરીનાં રિપોર્ટનું ખંડન કરી કહ્યું Mi બ્રાઉઝર સુરક્ષિત છે

ચાઈનીઝ ટેક કંપનીના બ્રાઉઝર પર પ્રાઈવસીને લગતા અનેક સવાલો ઊભા થયા બાદ કંપનીએ તેના વિશે સ્પષ્ટતા કરી છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ ‘રેડમી નોટ 8’યુઝર્સના બ્રાઉઝરથી ડેટા ચોરી કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ સોશિયિલ મીડિયા પર વહેતા થતાં જ કંપનીએ તેનુ ખંડન કરી યુઝરની પ્રાઈવસી જળવાઈ રહી છે તેવી સ્પષ્ટતા કરી છે. કંપનીએ ટ્વીટ કરી પ્રાઈવસી ભંગ અને ડેટા ચોરીની વાતોનું ખંડન કર્યું છે.

Mi બ્રાઉઝર અને ક્લાઉડ સુરક્ષિત

કંપનીએ કરેલાં ટ્વીટ મુજબ, બ્રાઉઝરથી યુઝરનો ડેટા ચોરી કરી તેને અન્ય દેશો સુધી પહોંચાડવાનો રિપોર્ટ ખોટો છે. કંપનીએ જણાવ્યું કે યુઝરની પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. ઈન્કોગ્નિટો મોડમાં યુઝરનો ડેટા સંપૂર્ણ ઈન્ક્રિપ્ટેડ હોય છે. Mi બ્રાઉઝર યુઝરની હિસ્ટ્રી સહિત કોઈ પણ માહિતી જાણી શકતું નથી. Mi બ્રાઉઝર અને ક્લાઉડ સુરક્ષિત છે.

Mi ઈન્ટરનેટ પ્રોડક્ટ યુઝરનો ડેટા જાણી શકતી નથી

ટ્ર્સ્ટઆર્ક અને બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા શાઓમી સ્માર્ટફોન અને ડિફોલ્ટ એપ્સને પ્રાઈવસી અને સિક્યોરિટીનું સર્ટિફિક્ટ મળ્યું છે. તેમાં Mi બ્રાઉઝરનો પણ સમાવેશ થાય છે. કપનીના જણાવ્યા અનુસાર યુઝર અલાઉ ન કરે ત્યા સુધી કોઈ પણ Mi ઈન્ટરનેટ પ્રોડક્ટ યુઝરનો ડેટા જાણી શકતી નથી.

ફોર્બ્સના રિપોર્ટમાં Mi બ્રાઉઝરથી ડેટા ચોરીની વાત સામે આવી હતી

ફોર્બ્સે તેના રિપોર્ટમાં Mi બ્રાઉઝરથી ડેટા ચોરી અને પ્રાઈવસી ભંગની વાત કહી હતી. રિપોર્ટ મુજબ ‘રેડમી નોટ 8’નાં યુઝર્સનો ડેટા Mi બ્રાઉઝર દ્વારા સિંગાપોર અને રશિયા મોકલામાં આવે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્કોગ્નિટો મોડમાં પણ યુઝરનો ડેટા ચોરી થઈ શકે છે. જોકે કંપનીએ આ તમામ વાતોનું ખંડન કરી Mi બ્રાઉઝર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi has denied reports of data theft from the browser, saying the Mi browser is secure


from Divya Bhaskar https://ift.tt/3aZFwA3

No comments:

Post a Comment