લોકડાઉનાં વર્ક ફ્રોમ હોમને લીધે વીડિયો કોન્ફરન્સિંગ એપ્સની માગ વધી છે. તેનો લાભ લઈ ગૂગલ તેની વીડિયો કોન્ફરન્સિંગ એપ ગૂગલ ડુઓમાં ફેરફાર કરી વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી રહી છે. ટૂંક સમયમાં યુઝર અન્ય યુઝર્સનાં ઈમેઈલ આઈડી સર્ચ કરી તેમને કોલિંગ કરી શકશે. જાણીતા રિવર્સ એન્જિનિઅરિંગ એક્સપર્ટ જેન વોંગે ટ્વીટ કરી તેની હિંટ આપી છે.
Google Duo is working on “Reachable with email address” setting pic.twitter.com/BbCiOhoW0Z
— Jane Manchun Wong (@wongmjane) April 30, 2020
જેને કરેલા ટ્વીટ અનુસાર, ગૂગલ ડુઓ ‘રિચેબલ વિથ ઈમેઈલ એડ્રેસ’ ફીચર પર કામ કરી રહી છે. યુઝર તેમનાં અકાઉન્ટ સેટિંગમાં જઈ આ ફીચર ઓન કરી અન્ય યુઝર્સ સાથે ઈમેઈલ દ્વારા કનેક્ટ થઈ શકશે. અત્યાર સુધી ગૂગલ ડુઓમાં કોલિંગ માટે સેવ કરેલાં કોન્ટેક્ટ સાથે જ યુઝર વીડિયો/ઓડિયો કોલિંગ કરી શકે છે. આ ફીચરની મદદથી જો યુઝર પાસે અન્ય યુઝરનો મોબાઈલ નંબર ન હોય તો તેમનાં ઈમેઈલ આઈડીથી પણ જોડાઈ શકે છે.
કંપનીએ થોડા દિવસ પહેલાં જ નવાં 4 ફીચરનો ઉમેરો કર્યો છે
અન્ય વીડિયો કોન્ફરન્સિંગ એપને ટક્કર આપવા અને પોતાના યુઝર્સને વધારે સુવિધા આપવા માટે કંપનીએ એપ્રિલ મહિનામાં 4 નવાં ફીચર ઉમેર્યાં છે. તેમાં વધુ સારી ક્વોલિટીમાં વીડિયો કોલિંગ માટે AV1 (AO મીડિયા વીડિયો 1) કોડેક ટેક્નોલોજી, કોલિંગ દરમિયાન ફોટો કેપ્ચર, પ્રિ-રેકોર્ડ વીડિયો અને વોઈસ મેસેજ તેમજ કુલ 12 મેમ્બર્સ માટે વીડિયો કોલિંગ ફીચર્સનો સમાવેશ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fdEC66
No comments:
Post a Comment