Saturday, 23 May 2020

હવે વ્હોટ્સએપ યુઝર QR કોડ સ્કેન કરી એકબીજા સાથે કનેક્ટ થઈ શકશે

ફેસબુકની માલિકીની એપ્સ વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં ‘QR કોડ સ્કેન’ ફીચર ઉમેરાશે. હાલમાં આ ફીચર કેટલાક બીટા યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે. વ્હોટ્સએપના સમાચોરને ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

એન્ડ્રોઈડ અને iOSના બીટા યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ થયું

ઘણા લાંબા સમયથી વ્હોટ્સએપ આ ફીચર પર કામ કરી રહી છે. ફાઈનલી તેને કેટલાક બીટા યુઝર્સ માટે લોન્ચ કરાયું છે. એન્ડ્રોઈડનાં 2.20.171 વર્ઝન અને iOSનાં 2.20.60.27 વર્ઝન માટે તેને લોન્ચ કરાયું છે.

QR કોડ સ્કેન’ ફીચર

આ નવાં ફીચરની મદદથી યુઝર અન્ય યુઝરને તેનાં કોન્ટક્ટ લિસ્ટમાં ઉમેરી શકશે. યુઝરે સેટિંગમાં જઈ QR કોડ ઓપ્શન ક્લિક કરી તેને અન્ય યુઝર સાથે શેર કરવાનો રહેશે. અન્ય યુઝર તેના મોબાઈલમાં આ કોડ સ્કેન કરશે એટલે બંને યુઝર્સ એકબીજાના કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ થઈ જશે. જોકે સ્કેન બાદ પણ યુઝર્સનો મોબાઈલ નંબર તો શેર થશે જ તેથી આ ફીચરથી યુઝરને સુપર પ્રાઈવસી નહીં મળી શકે.

QR કોડનો ઉપયોગ

પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર બીટા પ્રોગામ સાથે જોડાઈને યુઝરે લેટેસ્ટ બીટા વર્ઝન ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ વ્હોટ્સએપ સેટિંગમાં પ્રોફાઈળ સેક્શનમાં જઈ આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp users will now be able to connect to each other by scanning QR codes


from Divya Bhaskar https://ift.tt/2TyunjH

No comments:

Post a Comment