Saturday, 23 May 2020

ઈન્સ્ટાગ્રામમાં ‘મેસેન્જર રૂમ્સ’ ફીચર ઉમેરાયું, એકસાથે 50 યુઝર્સ વીડિયો કોલ કરી શકશે

ફોટો અને વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામમાં ‘મેસેન્જર રૂમ્સ’ ફીચર ઉમેરાયું છે. આ ફીચરની મદદથી ફેસબુકની માલિકીની વિવિધ એપ્સના કુલ 50 યુઝર્સ એકસાથે વીડિયો કોલ કરી શકે છે.કોરોનાને લીધે લાગુ કરાયેલા લોકડાઉનમાં વીડિયો કોલિંગનો ટ્રેન્ડ વધી જવાથી ફેસબુકે મેસેન્જર રૂમ્સ ફીચરની જાહેરાત કરી હતી. અગાઉ તેને વ્હોટ્સએપનાં બીટા વર્ઝન માટે લોન્ચ કરાયું હતું હવે તેને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ગ્લોબલી લોન્ચ કરાયું છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

મેસેન્જર રૂમ્સ ફીચરથી ફેસબુકની વિવિધ એપ્સ પર યુઝર એકબીજા સાથે વીડિયો કોલિંગ કરી શકે છે

  • ફેસબુકે મેસેન્જર રૂમ્સ ફીચર 14મે એ ગ્લોબલી લોન્ચ કર્યું હતું.

  • તેની મદદથી ફેસબુકની જુદી જુદી એપ્સનાં માધ્યમથી પણ યુઝર્સ અન્ય યુઝર્સ સાથે વીડિયો કોલિંગ કરી શકે છે.
  • તેમાં મેક્સિમમ 50 યુઝર્સ એક સાથે વીડિયો કોલિંગ કરી શકે છે.
  • યુઝર્સ માત્ર એક લિંક શેર કરી રુમ્સ માટે અન્ય યુઝર્સને ઈન્વાઈટ કરી શકે છે.

ઈન્સ્ટાગ્રામમાં રુમ્સનો ઉપયોગ

  • સૌ પ્રથમ એપ અપડેટ કરો.

  • ત્યારબાદ ડિરેક્ટ મેસેજમાં જઈ વીડિયો ચેટ આઈકોન પર ક્લિક કરો.
  • ‘ક્રિએટ અ રૂમ્સ’ વિકલ્પની પસંદગી કરી જોઈન પર ક્લિક કરી તમારા ફ્રેન્ડ્સને લિંક શેર કરો.
  • લિંક શેર કરી ઓકે બટન પર ક્લિક કરી વીડિયો કોલ કરી શકાશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Added 'Messenger Rooms' feature to Instagram, allowing up to 50 users to make video calls simultaneously


from Divya Bhaskar https://ift.tt/3ghNsQQ

No comments:

Post a Comment