Friday, 19 June 2020

ઈમ્પોર્ટના 20% ટેક્સથી બચવા ટૂંક સમયમાં એપલ આઈફોન SE (2020)નું મેન્યુફેક્ચરિંગ ભારતમાં શરૂ કરશે

ટેક જાયન્ટ એપલ ટૂંક સમયમાં તેના આઈફોન SE (2020)નું મેન્યુફેક્ચરિંગ ભારતમાં શરૂ કરશે. રિપોર્ટ અનુસાર, દેશમાં લેટેસ્ટ આઈફોન SE (2020) પર લાગનારા 20% ઈમ્પોર્ટ ટેક્સથી બચવા માટે કંપની ભારતમાં જ તેનું મેન્યુફેક્ચરિંગ કરશે. એપલની તાઈવાન બેઝ્ડ કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની વિસ્ટ્રોન ભારતમાં આઈફોન બનાવવા માટે કમ્પોનન્ટ પ્રાપ્ત કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2017માં એપલે ઈમ્પોર્ટ ટેક્સથી બચવા માટે કેટલાક આઈફોનનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતું.

ચીનના એક એપલ સપ્લાયરને જૂલાઈમાં ભારતમાં વિસ્ટ્રોન માટે નવા આઈફોન SE માટે કમ્પોનન્ટ મોકલવા માટે કહેવાયું છે. તેથી બની શકે છે કે કંપની હવે ભારતમાં જ ફોનનું ઉત્પાદન કરે તો આઈફોન SEની કિંમતમાં ઘટાડો પણ કરે.

આઈફોન SEનાં બેઝિક વેરિઅન્ટની કિંમત અમેરિકા કરતાં 12,000 રૂપિયા મોંઘી
આઈફોન SE 2020ના બેઝિક વેરિઅન્ટની કિંમત ભારતમાં 42,500 રૂપિયા છે અને અમેરિકામાં તેની કિંમત 30,400 રૂપિયા છે. એપ્રિલ મહિનામાં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

વર્તમાનમાં ચીનમાં નવા આઈફોન SE બની રહ્યા છે
હાલના આઈફોન SEનું ઉત્પાદન ચીનમાં થઈ રહ્યું છે. સરકારે હાલમાં જ દેશમાં મોબાઈલ ફોનની ડોમેસ્ટિક અસેંબલિંગ અને મેન્યુફેક્ચરિંગ માટે પોડક્શ લિંક્ડ ઈનિશિએટિવ સ્કીમ શરૂ કરી છે.

વર્ષ 2017માં ડોમેસ્ટેક મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતું
એપલે મે મહિનામાં ડોમેસ્ટેક મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતું. કંપનીએ બેંગલુરુ ફેસિલિટીમાં વિસ્ટ્રોન સાથે અસેમ્બલિંગ શરૂ કર્યું હતું. જોકે બાદમાં ફોક્સવેગનના પ્લાન્ટમાં આઈફોન મોડેલ બનાવવાનું કામ શરું કર્યું હતું. ઓક્ટોબર 2019માં એપલે દેશમાં સ્થાનીય સ્તરે આઈફોન XRનું નિર્માણ શરૂ કરીને મેડ ઈન ઈન્ડિયા રેન્જ વધારી હતી.

નવા આઈફોન SEનાં શિપમેન્ટ વધવાની સંભાવના
કાઉન્ટપ પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, આ વર્ષે પ્રથમ ત્રિમાસિકગાળામાં આઈફોન શિપમેન્ટમાં 78%નો વધારો થયો છે, તેનું કારણ આઈફોન 11 છે. આઈફોન SE 2020થી ભવિષ્યમાં શિપમેન્ટનો દર વધી શકે છે.

ભારતમાં 2021માં ફિઝિકલ આઉટલેટ શરૂ કરશે
CEO ટિમ કુકે જણાવ્યું હતું કે, કંપની આ વર્ષ પોતાના ઓનલાઈન સ્ટોર સ્થાપવા તૈયાર છે, જ્યારે 2021 સુધી ફિઝિકલ આઉટલેટ શરૂ કરવાની યોજના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple will soon start manufacturing iPhone SE (2020) in India to avoid 20% import tax


from Divya Bhaskar https://ift.tt/3fICSS0

No comments:

Post a Comment