ટેક જાયન્ટ ગૂગલ પ્લે સ્ટોરમાં નવાં ફીચરનો ઉમેરો કરવા જઈ રહી છે. તેની મદદથી યુઝર એપ ડાઉનલોડ કર્યા વગર એપ સબસ્ક્રાઈબ કરી શકશે. હાલ કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી છે. કંપનીએ બ્લોગ લખીને તેની જાણકારી આપી છે.
હાલ ગૂગલ પ્લે સ્ટોર પર તમામ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે, જેમાંથી કેટલીક એપના ઉપયોગ માટે તેને સબસ્ક્રાઈબ કરવી પડે છે. તેના માટે યુઝરે એપ ઈન્સ્ટોલ કર્યા બાદ ઈન એપ માર્કેટપ્લસથી એપની ખરીદી કરવી પડે છે. જોકે આ સિસ્ટમમાં ટૂંક સમયમાં ફેરફાર આવશે.
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, બિલિંગ લાઈબ્રેરી 3 વર્ઝન યુઝર્સ એપની બહારથી ફાઈન્ડ અને શોપિંગની સુવિધા આપે છે. જ્યારે સબસ્ક્રિપ્શન ફ્રી ટ્રાયલ માટે પ્રોમો કોડ ઓફર કરવામાં આવે છે, તો યુઝર તેને રીડિમ કરી શકે છે અને આ કામ યુઝર એપ્લિકેશન ઈન્સ્ટોલ્ડ કર્યા વગર પણ કરી શકશે. જોકે આ ફીચરનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ગૂગલ ડેવલપર્સનું એક ગ્રૂપ પહેલાંથી જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાયરેક્ટ એપ પર્ચેસ માટે કામ શરૂ કર્યું છે. તેનાથી યુઝર્સ એપ ડાઉનલોડ કર્યા વગર જ એપની મેમ્બરશિપ ખરીદી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2V1JEdC
No comments:
Post a Comment