મલ્ટિનેશનલ ટેક કંપની નોકિયાએ ગુરુવારે ભારતમાં તેનું 43 ઈંચનું ટીવી લોન્ચ કર્યું છે. તેની કિંમત 31,999 રુપિયા છે. આ એન્ડ્રોઈડ ટીવીમાં 4K UHD LED ડિસ્પ્લે પેનલ, JBL ઓડિયો અને ડોલ્બી સાઉન્ડ મળે છે. તેમાં કોમક્રાસ્ટ પણ સપોર્ટ કરે છે. ગ્રાહોકો ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી 8 જૂનથી કરી શકશે. માર્ચ મહિનામાં આ ટીવી લોન્ચ થવાનું હતું પરંતુ કોરોનાવાઈરસને લીધે તે ટળ્યું હતું.
ઓફર અને કિંમત
- નોકિયાના 43 ઈંચનાં આ ટીવીની કિંમત 31,999 રૂપિયા છે. તેનું વેચાણ 8 જૂનથી ફ્લિપકાર્ટ પર થશે.
- ફ્લિપકાર્ટ પરથી ખરીદી એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું કેશબેક અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે.
- સિટી બેંકનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
- આ સિવાય માસિક 2,667 રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા મળશે.
નોકિયા 43 ઈંચ ટીવીનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ટીવીમાં 4K UHD LED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 3840 x 2160 પિક્સલ છે. તેમાં 300 નિટ્સ બ્રાઈટનેસ, 60Hzનો રિફ્રેશ રેટ અને 16:9 આસ્પેક્ટ રેશિયો મળશે. ટીવીમાં 178 ડિગ્રી વ્યૂ એંગલ મળશે. તેમાં પણ 55 ઈંચનાં મોડેલની જમ સ્લિમ બેઝ્લ્સ અને V શેપ ફ્લૂઈડ ક્રોમ પેડેસ્ટલ સ્ટેન્ડ મળશે.
- ટીવીમાં એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને 2GHz CA53 ક્વૉડકોર પ્રોસેસર મળે છે, જે માલી 450 ક્વૉડકોર GPU સાથે આવે છે.
- ટીવીમાં 2.25GBની રેમ અને 16GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
- ટીવીમાં નેટફ્લિક્સ,એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર અને યુટ્યબ સહિતના ઓવર ધ ટોપ પ્લેટફોર્મ ઈનબિલ્ટ મળશે.
- કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, બ્લુટૂથ 5.0, 3 HDMI પોર્ટ, 1 ડિજિટલ ઓડિયો કેબલ, 2 USB પોર્ટ સહિતના સપોર્ટ મળશે.
- તેનું રિમોર્ટ ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ સાથે આવશે. તેમાં ખાસ MEMC (મોશન એક્ટિવેશન એન્ડ મોશન કમ્પેન્સેશન) ટેક્નોલોજી આપવામાં આવી છે.
- સ્ટેન્ડ સાથે ટીવીનું વજન 9.4 કિલોગ્રામ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MuZVmx
No comments:
Post a Comment