કોરોનાવાઈરસ દરમિયાન સાઈબર ક્રાઈમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. BHIM એપ અને DigiLockerમાં સિક્યોરિટી બ્રીચ અને ડેટા લીક બાદ વધુ એક ડેટા લીકનો ખુલાસો થયો છે. અમેરિકાની સાઈબર થ્રેટ ઈન્ટેલિજન્સ કંપની સાઈબલના એક રિપોર્ટ મુજબ, 1 લાખથી વધારે ભારતીયોને પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. આ ડેટામાં પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સહિતની અનેક માહિતી સામેલ છે. થોડા દિવસ પહેલાં જ સાઈબલે નોકરીની શોધમાં રહેલાં 2.91 કરોડ લોકોના ડેટા લીકને ઉજાગર કર્યો હતો.
100,000+ Indian Nationals IDs Leaked in the Darknet! https://t.co/xCSijvXXFA
— Cyble (@AuCyble) June 2, 2020
થર્ડ પાર્ટી એપ દ્વારા લીક થયો ડેટા
સાઈબલના રિપોર્ટ મુજબ, આ ડેટા લીક થર્ડ પાર્ટી દ્વારા થયો છે. આ ડેટા 100GBનો છે. આ ડેટા KYC કંપનીના માધ્યમથી લીક થયો હોય તેવું અનુમાન છે. કારણ કે, ડેટામાં આઝાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ,પાસપોર્ટ સહિતના આઈડી સામેલ છે. ડાર્ક નેટ ઈન્ટરનેટનો જ એક ભાગ છે, જે સામાન્ય સર્ચ એન્જિન કરતાં અલગ અને દૂર હોય છે. તેનો ઉપયોગ કરવા માટે ખાસ પ્રકારના સોફ્ટવેરની આવશ્યકતા હોય છે.
ડેટા લીકમાં તમામ આઈડી સ્કેન થયેલાં છે
સાઈબિલના રિસર્ચર્સે ડાર્ક વેબ પરથી 1 લાખથી વધારે ભારતીયોના આઈડીઝની ઓળખાણ કરી છે. લીક થયેલાં તમામ આઈડી સ્કેન કરાયેલાં હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BxbVBX
No comments:
Post a Comment