પ્રાઈવસી ભંગના ઉલ્લંઘનને લીધે ‘Mitron’ અને ‘Remove China App’ એપને ગૂગલે પ્લે સ્ટોર પરથી અલવિદા કરી હતી. હવે ટેક જાયન્ટ ગૂગલ જ પ્રાઈવસી બ્રીચના વિવાદોમાં ફસાઈ છે. અમેરિકામાં ગૂગલ પર ગેરકાયદે રીતે યુઝર્સની પ્રાઈવસી પર હુમલો કરવા માટે કેસ દાખલ થયો છે. પ્રાઈવેટ (ઈન્કોગ્નિટો) મોડમાં પણ ગૂગલ યુઝરના ડેટા જોઈ શકે છે. તે કારણથી અમેરિકાની લૉ ફર્મ Boies Schiller અને Flexnerએ નુક્સાનની ભરપાઈ માટે ગૂગલ અને તેની પેરન્ટ કંપની આલ્ફાબેટ પર 500 કરોડ ડોલરની રકમની માગણી કરી છે.
અત્યાર સુધી કેટલાક યુઝર એમ માનતા હતા કે, ઈન્કોગ્નિટો મોડમાં ગૂગલ સર્ચ હિસ્ટ્રી ટ્રેક કરી શકતી નથી પરંતુ હકીકત કંઈક જૂદી જ છે. જોકે ગૂગલ આ વાતને ગેરકાયદે માનતી નથી અને કલેક્ટ કરેલા ડેટા સુરક્ષિત છે તેવું માને છે.
મંગળવારે કેસ દાખલ થયો
અમેરિકાની લૉ ફર્મ Boies Schiller અને Flexnerએ કેલિફોર્નિયાના સેન જોસની અદાલતમાં કેસ દાખલ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, 1 જૂન 2016 સુધી ઈન્ટરનેટનો ઉપયોગ પ્રાઈવસી મોડમાં પણ કરવામાં આવ્યો છે.
ઈન્કોગ્નિટો મોડમાં સર્ચ હિસ્ટ્રી સેવ થાય છે
- ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઈન્કોગ્નિટો મોડ યુઝરને બ્રાઉઝર અથવા ડિવાઈસમાં તેની એક્ટિવિટીઝ સેવ કર્યા વગર ઈન્ટરનેટ સર્ચિંગનો ઓપ્શન મળે છે. જોકે ઈન્કોગ્નિટો મોડમાં સર્ચિંગ હિસ્ટ્રી જોવા માટે ગૂગલ એનાલિટિક્સ ટૂલનો ઉપયોગ કરે છે.
- ગૂગલના પ્રવક્તા જોસ કાસ્ટાનેડાએ આ દાવાનું ખંડન કરતાં જણાવ્યું કે, નવી ઈન્કોગ્નિટો ટેબ ઓપન કરતાં, વેબસાઈટ તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી જોઈ શકે છે. તેનાથી સાઈટ્સના માલિકોને કન્ટેન્ટ અને પ્રોડક્ટના મૂલ્યાંકનમાં મદદ મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ctjPJf
No comments:
Post a Comment