Thursday, 4 June 2020

સ્નેપચેટ પર હવે ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ પ્રમોટ નહીં થાય, ભડકાઉ ટ્વીટ્સને લઈ કંપનીનો મોટો નિર્ણય

અમેરિકામાં અશ્વેતના મોતને લાઈ અશાંતિના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમોશનલ એક્ટિવિટીઝ પર રોક લાગી છે. મલ્ટિમીડિયા સોશિયલ એપ સ્નેપચેટે ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ પ્રમોટ નહીં કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના મત મુજબ ડોનાલ્ડ ટ્ર્મ્પના ટ્વીટ્સ ભડકાઉ હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે સ્નેપચેટ પર અમેરિકાના પ્રેસિડન્ટનું વેરિફાય realdonaldtrump અકાઉન્ટ કાર્યરત રહેશે. પરંતુ તેઓ ડિસ્કવર ટેબનો ઉપયોગ કરી શકશે નહીં. ડિસ્કવર ટેબમાં હાઈ પ્રોફાઈલ્સ તેમનાં અકાઉન્ટ્સ ફ્રીમાં પ્રમોટ કરી શકે છે. જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં અકાઉન્ટ્સને પ્રમોટ નહીં કરી શકે.

કંપનીએ કહ્યું, અમેહિંસા અને અન્યાયને પ્રોત્સાહન આપતા નથી

સ્નેપચેટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ડિસ્કવર પ્લેટફોર્મ પર રોક લગાવી રહી છે. કંપની એવા અવાજોને પ્રોત્સાહન નથી આપી શકતી જે હિંસા અને અન્યાયને પ્રોત્સાહન આપે છે અને ફ્રીમાં પ્રમોશન લે છે. સમાજમાં જાતીય હિંસા અને અન્યાયનું કોઈ સ્થાન નથી કંપની શાંતિ, પ્રેમ, સમાનતા અને અમેરિકા માટે ન્યાયની ઈચ્છા ધરાવતા તમામ લોકોનો સાથ આપે છે.

5 દિવસ પહેલાં જ આ નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું

પ્રેસિડન્ટના ભકકાઉ ટ્વીટ્સને કારણે કંપનીએ 5 પહેલાં જપ્રમોશનલ એક્ટિવિટી પર રોક લગાવાનો નિર્ણય લેવાનું નક્કી થયું હતું અને આખરે હવે તેના પર રોક લાગી છે. ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું હતું કે, પ્રદશનકારીઓનુંસ્વાગત દુષ્ટ શ્વાન અને હથિયોરા દ્વારા થઈ શકે છે. ટ્ર્મ્પની કેમ્પેઈનના ચેરમેન બ્રાડે સ્નેપચેટ પર ચૂંટણીનો માહોલ બગાડવાનો આરોપ લગાવ્યો હતો.

સ્નેપચેટ પર ડોનાલ્ડ ટ્રમ્પના 15 લાખ ફોલોઅર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ડિસ્કવર ટેબના ઉપયોગથી ટ્રમ્પના ફોલોઅર્સમાં વધારો જોવા મળ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Donald Trump's account will no longer be promoted on Snapchat, the company's big decision on provocative tweets


from Divya Bhaskar https://ift.tt/2AAxUaz

No comments:

Post a Comment