Tuesday, 16 June 2020

મ્યૂઝિક લવર્સ માટે ડેડિકેટેડ ‘નોકિયા 5310’ ફીચર ફોન ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 3399

HMD ગ્લોબલે ભારતમાં મ્યૂઝિક લવર્સ માટે ડેડિકેટેડ ‘નોકિયા 5310’ ફીચર ફોન લોન્ચ કર્યો છે. મ્યૂઝિક લવર્સ માટે તેમાં ખાસ મ્યૂઝિક કી અને ડ્યુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. આ ફોન MP3 પ્લેયર અને FM રેડિયો સપોર્ટ કરે છે. આ ફોન વર્ષ 2007માં લોન્ચ થયેલાં નોકિયા 5310 એક્સપ્રેસ મ્યૂઝિકનું રિફ્રેશ્ડ વર્ઝન છે.

કિંમત અને અવેલેબિલિટી
‘નોકિયા 5310’ ફીચર ફોનની કિંમત 3,399 રૂપિયા છે. તેના બ્લેક, રેડ એન્ડ વ્હાઈટ અને રેડ કલર ઓપ્શન અવેલેબલ છે. તેનું વેચાણ 23 જૂનથી એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે. ફોનનું પ્રિ બુકિંગ 17 જૂનથી શરૂ થશે.

નોકિયા 5310’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરતાં આ ફોનમાં 2.4 ઈંચની QVGA (ક્વાટર વીડિયો ગ્રાફિક્સ અરે) ડિસ્પ્લે મળશે.
  • તેમાં ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ સ્પીકર્સ અને ફિઝિકલ કી પૅડ મળશે.
  • ફોનની બેક સાઈડ LED લાઈટ સાથે એક VGA કેમેરા આપવામાં આવ્યો છે.
  • ફોનમાં મીડિયાટેક MT6260A પ્રોસેસર મળશે.
  • ફોન નોકિયા સિરીઝ 30+ સોફ્ટવેર પર રન કરશે.
  • આ ફીચર ફોનમાં 8GBની રેમ અને 16GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે, જેને SD કાર્ડનાં માધ્યમથી 32GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • ફોનમાં 1200mAhની રિમૂવેબલ બેટરી મળશે.
  • ફોનમાં MP3 પ્લેયર અને FM રેડિયો સપોર્ટ મળશે. તેનું વજન માત્ર 88.2 ગ્રામ છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ 3.0, માઈક્રો USB પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • HMD ગ્લોબલ કંપનીએ સોમવારે એક બ્રિફિંગમાં ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું હતુ કે, ભારતમાં 2G ફોન યુઝર્સની સંખ્યા 13 કરોડ છે. કંપનીએ ફેસબુક ઈનસાઈટ્સ ડેટોના હવાલે જણાવ્યું કે, દેશમાં 2G ફોનના9.7 કરોડથી વધારે યુઝર્સ છે, તેમને ફોનમાં મ્યૂઝિક સાંભળવું ગમે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dedicated 'Nokia 5310' feature phone for music lovers launches in India, priced at 3399


from Divya Bhaskar https://ift.tt/2Y5FymJ

No comments:

Post a Comment