કોરોનાવાઈરસથી બચવા માટે માસ્ક પહેરવું આવશ્યક છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ તેની ગાઈડલાઈન જાહેર કરી છે. માસ્કની આવશ્યકતાને જોતા રિયુઝેબલ અને ડિસઈન્ફેક્ટ કરી શકાય તેવા માસ્ક ડેવલપ થઈ રહ્યા છે. ઈઝરાયલની ટેક્નિઅન યુનિવર્સિટીના સંશોધકોએ N95 માસ્ક જેવું લાગતું રિયુઝેબલ માસ્ક તૈયાર કર્યું છે કે જે મોબાઈલ ફોનનાં ચાર્જરથી ગરમી લઈ પોતાને ડિસઈન્ફેક્ટ કરી શકે છે.
30 મિનિટમાં માસ્ક ડિસઈન્ફેક્ટ થાય છે
આ માસ્ક ડિસઈન્ફેક્શનની પ્રક્રિયામાં 30 મિનિટનો સમય લે છે. માસ્કમાં એક USB પોર્ટ અટેચ કરવામાં આવ્યું છે. તેમાં મોબાઈલ ફોન ચાર્જર કનેક્ટ કરી ડિસઈન્ફેક્શનની પ્રક્રિયા શરૂ કરાય છે. જોકે યુઝરે આ પ્રક્રિયા દરમિયાન માસ્ક પહેરવાનો રહેશે નહીં.
70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ થાય છે માસ્ક
માસ્કની અંદર કાર્બનના માઈક્રો ફાઈબરમાં USB અટેચ કરવામાં આવ્યું છે. જ્યારે મોબાઈલ ફોન ચાર્જર સાથે માસ્કને કનેક્ટ કરવામાં આવે છે ત્યારે તે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરે છે. આ તાપમાને વાઈરસ નાશ પામે છે.
માસ્ક તૈયાર કરનાર લીડ રિસર્ચર ઈન લિના જણાવ્યા અનુસાર માસ્કની આવશ્યકતા વચ્ચે તે જરૂરી છે કે તે ઈકોફ્રેન્ડલી અને રીયુઝેબલ હોય, જેથી પર્યાવરણને ઓછાંમાં ઓછું નુક્સાન થાય. તેથી આ માસ્ક તેનું નિવારણ છે.
ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ એલન મોસના જણાવ્યા અનુસાર, 30 મિનિટ સુધી 70 ડિગ્રી તાપમાને ગરમ થતા માસ્કમાં રહેલાં વાઈરસ નાશ પામે છે. પરંતુ વારંવાર માસ્કને ગરમ કરવાથી માસ્કની ગુણવત્તા ખરાબ થઈ શકે છે.
માસ્કનું ટેસ્ટિંગ
માસ્કનાં ટેસ્ટિંગ દરમિયાન તેને 20 વાર ગરમ કરવામાં આવ્યાં હતાં. તેમાં જોવા મળ્યું હતું કે તેને લીધે માસ્કની ગુણવત્તામાં કોઈ ફેરફાર આવ્યો નથી. માસ્ક બનાવનાર સંશોધકોએ માર્ચ મહિનામાં જ એમેરિકમાં પેટન્ટ ફાઈલ કરાવી છે. તેને મંજૂરી મળતાં બજારમાં લાવવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3efJln1
No comments:
Post a Comment