ઓપો એ ભારતમાં તેની 5G ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘ઓપો ફાઈન્ડ X2’ બુધવારે લોન્ચ કરી છે. તેમાં ‘ઓપો ફાઈન્ડ X2’ અને ‘ઓપો ફાઈન્ડ X2 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. બંને ફોનમાં 48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5G સપોર્ટ મળે છે. સાથે જ બંને ફોનમાં HDR10+ સપોર્ટ અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ મળશે
વેરિઅન્ટ, કિંમત અને સેલ
‘ઓપો ફાઈન્ડ X2’નાં 12GB+256GB વેરિઅન્ટની કિંમત 64,990 રૂપિયા છે. ‘ઓપો ફાઈન્ડ X2 પ્રો’નાં વેરિઅન્ટ વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. આ સિવાય તેના સેલ વિશે પણ કંપનીએ કોઈ માહિતી આપી નથી. ‘ઓપો ફાઈન્ડ X2’નાં બ્લેક સિરામિક અને ઓશિયન ગ્લાસ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
‘ઓપો ફાઈન્ડ X2 પ્રો’ નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફોનમાં 6.7 ઈંચની QHD+ 1440x3168 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે.
- સિંગલ નેનો સિમ સપોર્ટ કરતા આ ફોનમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ColorOS 7.1 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળે છે.
- ફોનમાં 48MP + 48MP + 13MPનું રિઅર કેમેરા સેટઅપ મળે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.1, GPS/A-GPS, NFC, USB ટાઈપ-C અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.
- ફોનમાં 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,260mAhની બેટરી આપવામાં આવી છે.
‘ઓપો ફાઈન્ડ X2 પ્રો’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફોનમાં પણ પ્રો વેરિઅન્ટની જેમ 6.7 ઈંચની QHD+ 1440x3168 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળે છે.
- ફોનમાં ફોનમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ColorOS 7.1 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળે છે.
- ફોનમાં 48MP + 13MP + 12MPનું રિઅર કેમેરા સેટઅપ મળે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.1, GPS/A-GPS, NFC, USB ટાઈપ-C અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.
- ફોનમાં 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,260mAhની બેટરી આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N6Z0ZX
No comments:
Post a Comment