ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામમાં નવાં ફીચર્સનો ઉમેરો થયો છે. તેમાં ઈન એપ વીડિયો એડિટર, ટુ સ્ટેપ વેરિફિકેશન અને સ્પીકિંગ GIF ઉમેરો થયો છે. એન્ડ્રોઈડનાં 6.2.0 વર્ઝનમાં આ નવાં ફીચર ઉમેરાયાં છે.
ટુ સ્ટેપ વેરિફિકેશન
યુઝરની સિક્યોરિટી માટે આ ફીચરનો ઉમેરો કરાયો છે. તે વ્હોટ્સએપનાં ટુ સ્ટેપ વેરિફિકેશન જેવું જ છે. તેનાં માટે યુઝરે પ્રાઈવસી અને સિક્યોરિટી ઓપ્શનમાં જઈ પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે.
યુઝર કોઈ નવાં ડિવાઈસમાં અકાઉન્ટ લોગ ઈન કરે તો તેને આ પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે.
ઈન એપ વીડિયો એડિટર
આ ફીચરની મદદથી યુઝર અન્ય યુઝરને ફોટો અથવા વીડિયો શેર કરતાં પહેલાં તેને એડિટ કરી શકશે. તેનાં માટે સિલેક્ટ કરેલાં વીડિયો પર ક્લિક કરી બ્રશ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. જોકે તમાં વધારે ખાસ નહીં પરંતુ બ્રાઈટનેસ અને સેચ્યુરેશન એડજસ્ટ કરવાનો વિકલ્પ મળશે. આ સિવાય વીડિયો ઝૂમ ,એડ ટેક્સ્ટ/ સ્ટીકરનો ઓપ્શન મળશે.
સ્પીકિંગ GIF
ટેલિગ્રામની નવી અપડેટમાં સ્પીકિંગ GIF અને એનિમેટેડ સ્ટીકરનો ઉમેરો થયો છે. યુઝર ચેટમાં જઈ કી બોર્ડની ડાબી બાજુ રહેલાં આઈકોન પર ક્લિક કરી સ્પીકિંગ GIF અને એનિમેટેડ સ્ટીકર શેર કરી શકશે. આ સિવાય તેને સેવ અને શિડ્યુઅલ પણ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ug1j0W
No comments:
Post a Comment