લોકડાઉન પીરિયડમાં વિવિધ સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ હવે કોરિયન ટેક કંપની ભારતમાં તેનું લેટેસ્ટ ટેબ્લેટ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ ટ્વિટર પર તેનું ટીઝર રિલીઝ કર્યું છે. જોકે આ ટેબ્લેટ ઓલરેડી ઈન્ડોનેશિયામાં લોન્ચ થઈ ચૂક્યું છે. તેનું 64GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ છે. આ ટેબ્લેટને ભારતમાં વેનિલા ગેલેક્સી ટેબ S6નાં સસ્તાં વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે.
કિંમત અને વેરિઅન્ટ
ઈન્ડોનેશિયામાં આ ટેબ્લેટનુ 64GB +128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તે S પેન સપોર્ટ સાથે આવે છે અને તેમાં જમ્બો 7040mAhની બેટરી પણ છે. ચીનમાં તેનાં વાઈફાઈ ઓનવી વર્ઝનની કિંમત આશરે 30,000 રૂપિયા છે, જ્યારે 128GB સ્ટોરેજ ધરાવતાં LTE વર્ઝનની કિંમત આશરે 36,000 રૂપિયા છે.
‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન
- ઈન્ડોનેશિયામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે તેમાં એન્ડ્રોઈડ 10 વિથ OneUI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે.
 - અપકમિંગ ટેબ્લેટમાં 10.4 ઈંચની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) 1200x2000 પિક્સલની ડિસ્પ્લે મળશે.
 - તેમાં 64 GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળી શકે છે. તેને મેમરી કાર્ડથી1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 - ટેબ્લેટની બેક પેનલમાં 8MPનો રિઅર કેમેરા મળશે. તેમાં ગેલેક્સી ટેબ S6 જેવાં જ બેઝલ્સ મળશે.
 - વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 - સેમસંગના આ અપકમિંગ ટેબમાં 7040mAhની બેટરી મળશે. કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
 
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eWoe9o
No comments:
Post a Comment